VTV News

1.2M Followers

BIG NEWS / વર્ષ 2022-23ના બજેટની સૌથી મોટી જાહેરાતો, જુઓ ક્યા સેક્ટરને શું મળ્યું?

02 Mar 2022.10:18 AM

  • કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનું ચોથુ બજેટ
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ

મોદી સરકારનું 2022-23નું બજેટ સંસદમાં નાણામંત્રી સીતારમણ રજૂ કરી રહ્યા છે. જેમાં આવતા નાણાંકીય વર્ષમાં વિકાસ દર 9.2 ટકા રહેવાનું અનુમાન સાથે મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે.

ખેડૂતો માટે બજેટમાં શું?


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

2022-23ના બજેટમાં મોદી સરકારે એમએસપીને લઈને એક મોટો નિર્ણય લીધો છે. નાણામંત્રી સીતારામણે બજેટમાં 2.37 લાખ કરોડ MSPની ચૂકવણી કરવાની મોટી જાહેરાત કરી છે. સાથે જ ઓર્ગેનિક ખેતી પર સરકારનો ખાસ ભાર છે ખેડૂતોને ડિઝિટલ સર્વિસ મળશે.વર્ષ 2023ને મેગા અનાજ વર્ષ જાહેર કરવામાં આવશે અને તેલિબિયાનું ઉત્પાદન વધારવામાં આવશે. 5 નદીઓને પરસ્પર જોડવામાં આવશે. ગંગા કિનારે ખેડૂતોના વસવાટને મદદ કરાશે. સિંચાઇ અને પીવાના પાણીની યોજનાઓમાં વધારો કરાશે. ફળ અને શાકભાજીના ખેડૂતોને પેકેજ મળશે. એગ્રી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા તેમજ કૃષિ સ્ટાર્ટઅપને NABARDથી ફન્ડિંગ કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકારને શિક્ષણ કોર્ષમાં ખેતીને રાખવા પ્રોત્સાહન પણ કરવામાં આવશે.

ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, ગત વર્ષની મુજબ જ લાગુ પડશે
મોદી સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબને યથાવત રાખવાની મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે ઈન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારનું સરકારનું કોઈ આયોજન નથી, તેને યથાવત સ્થિતિએ જાળવી રખાયા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ડાયરેક્ટ ટેક્સના મામલે મોટા સુધારાની જાહેરાત કરી છે. હવે ભારતમાં અપડેટેડ ટેક્સ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. ITRમાં ભૂલ ઠીક કરવા માટે 2 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે. ડિજીટલ એસેટ ટ્રાન્સ્ફર (ક્રિપ્ટોકરન્સી)ની આવક પર 30 ટકા ટેક્સ. ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન જશે તો પણ ટેક્સ ચૂકવવો પડશે. દરેક પ્રકારના કેપિટલ ગેઈન પર 15 ટકા ટેક્સ. કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો. સહકારી સમિતિઓ ટેક્સ ઘટાડીને 15 ટકા કરાયો. દિવ્યાંગોને ટેક્સમાંથી રાહત અપાઈ. સહકારી મંડળીએ હવે 14 ટકાની MAT ચૂકવવી પડશે. એક કરોડથી 10 કરોડની આવક ધરાવતી સોસાયટીએ માત્ર 7 ટકા સરચાર્જ ચૂકવવો પડશે.

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ
દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે સરકારે માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરાઈ છે. આવકની ઘોષણા નહીં કરાય તો સર્ચ કરતી વખતે જે રકમ મળશે તેના પર સંપૂર્ણ ટેક્સ ચૂકવવો પડશે. બિઝનેસ પ્રમોશન માટે એજન્ટને દર વર્ષે 20000 રૂપિયાથી વધારાની ગિફ્ટ પર ટેક્સ આપવો પડશે

દેશવાસીઓેને મળશે ઈ-પાસપોર્ટ
દેશમાં હવે ઈ આધાર કાર્ડ અને ઈ પાન કાર્ડ બાદ આગામી વર્ષથી નાગરિકોને ઈ પાસપોર્ટ પણ આપવામાં આવશે. હાલમાં સરકારે તેના માટે આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાના ઉદ્દેશ્ય સાથે એજન્સીઓની પસંદગી કરવાના કામમાં લાગેલી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 2021થી ઈ પાસપોર્ટ જાહેર કરવાની શરૂઆત થઈ શકે છે. હાલમાં દેશમાં પ્રિન્ટેડ પાસપોર્ટ આપવામાં આવે છે. જે બુલલેટ તરીકે થાય છે. આ રિપ્લેસ કરતા હવે ઈ પાસપોર્ટની સુવિધા આપવામાં આવશે. 20,000 અધિકારીઓ અને રાજદૂતોને પાયલટ પ્રોજેક્ટ તરીકે ઈ પાસપોર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં ઈલેક્ટ્રોનિક માઈક્રોપ્રોસેસર ચિપ લગાવેલી છે.દેશમાં હવે ઈ પાસપોર્ટ મળવા લાગશે અને તેમાં એક ચિપ લાગેલી હશે. ઈ-પાસપોર્ટ સેવા કેન્દ્રોને અપગ્રેડ પણ કરવામાં આવશે. જ્યાં નવી ટેકનિક આધારિત પાસપોર્ટ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

1.5 લાખ પોસ્ટ ઓફિસમાં બેંકિંગ સિસ્ટમ, પોસ્ટ ઓફિસમાં ATM મુકાશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 2022માં 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સિસ્ટમ 100 ટકા હશે. તેમણે કહ્યું કે સરહદી ગામડાઓમાં માળખાગત વિકાસ માટે વાઈબ્રન્ટ વિલેજ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો શરૂ કરવામાં આવશે. 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ શરૂ કરશે. સરકાર લઘુત્તમ સરકાર અને મહત્તમ શાસન માટે પ્રતિબદ્ધ છે. ડિજીટલ પેમેન્ટ ઇકો સિસ્ટમ લંબાવવામાં આવી છે આ સિવાય પોસ્ટ ઓફિસમાં ATM મુકવાની પણ જાહેરાત કરવામા આવી છે. નેટ બેન્કિંગથી બેંક અને પોસ્ટઓફિસને જોડાશે જેથી ખેડૂતો સિનિયર સિટિઝનને ફાયદો થશે

બજેટમાં હાઈવે-રસ્તા માટે શું?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે 2022-23ના બજેટમાં નેશનલ હાઈવેને લઈને મોટી જાહેરાત કરી છે. સંસદમાં બજેટ રજૂ કરતા સીતારામણે કહ્યું કે 1 વર્ષમાં 25 હજાર કિમી હાઈવે બનાવવાની સરકારની યોજના છે. જેમાં 20 હજાર કરોડનો ખર્ચ થશે. માળખાકીય સુવિધા માટે આગામી 100 વર્ષનું આયોજન છે તે પગલે નાણાંકીય વર્ષ 2022-2023માં 8 નવા રોપ-વે બનશે, તમામ નવા રોપ-વેની કુલ લંબાઈ 60 કિ.મી. હશે જે PPP મોડલ આધારિત હશે

શિક્ષણ માટે શું મળ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં શિક્ષણ માટે પણ નિર્ણયાક જાહેરાતો કરી છે. ધોરણ એકથી 12ના વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષામાં શિક્ષણની સુવિધા અપાશે, એક ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે જેમાં તમામ ભારતીય ભાષામાં ડિજિટલ માધ્યમોની ગુણવત્તાવાળી શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરાવાશે. કૌશલ વિકાસના કાર્યક્રમ નવા રૂપરંગ સાથે શરૂ કરાશે. નેશનલ સ્કીલ ક્વોલિફિકેશન પ્રોગ્રામ ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર શરૂ કરાશે. રાજ્યો દ્વારા સંચાલિત ITIને જરૂરિયાત મુજબ અપગ્રેડ કરાશે. ઈ-વિદ્યા યોજના અંતર્ગત એક ચેનલ ક્લાસ યોજનાને 12થી 200 ટીવી ચેનલ યોજના સુધી વધારાશે

બજેટમાં રેલવે માટે શું?
આગામી ત્રણ વર્ષ માટે રેલવેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. પીપીપી મોડલથી રેલવેનો વિકાસ થશે તેની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં 400 વંદેમાતરમ ટ્રેન દોડાવાશે. વન સ્ટેશન વન પ્રોડક્ટ તેમજ વન સ્ટેશન વન પ્રોડક્ટથી વધારો કરવામાં આવશે. PM ગતિ શક્તિ અંતર્ગત 100 કાર્ગો ટર્મિનલ બનશે. મેટ્રો સ્ટેશનના નિર્માણ માટે નવી ટેકનિકનો કરાશે ઉપયોગ

ઓનલાઈન એજ્યુકેશનને લઈ મોટી જાહેરાત
બજેટમાં ડિઝિટલ એજ્યુકેશન પર ભાર મુકવામાં આવ્યો છે.નાણા મંત્રી નિર્મલા સિતારમણે બજેટમાં ડિજિટલ વિશ્વવિદ્યાલય ખોલવાની જાહેરાત કરી છે.કોરોના મહામારીને કારણે ઓફલાઈન શિક્ષણમાં ભારે વિક્ષેપ પડ્યો હોવાથી મોટાભાગનુ શિક્ષણ ઓનલાઈન થયુ છે.ત્યારે સરકારે ડિઝિટલ વિશ્વવિદ્યાલય ખોલવાનો નિર્ણય કર્યો છે.આ સાથે સરકારે 200 એજ્યુકેશન ચેનલ પણ ખોલવાનો મહત્વપુર્ણ નિર્ણય લીધો છે.સરકાર પાસે અત્યારે 12 એજ્યુકેશન ચેનલ છે.. ત્યારે સરકારે એક વિષય દિઠ એક ચેનલ ખોલવાનો નિર્ણય લઈ 200 એજ્યુકેશન ચેનલ ખોલવાની જાહેરાત કરી છે.

આવાસને લઈ નાણા મંત્રીની જાહેરાત !
નાણાકીય વર્ષ 2022-23માં 80 લાખ ઘર બનાવવાની યોજના કેન્દ્રની છે. PM આવાસ યોજના અંતર્ગત 80 લાખ ઘર બનાવવા 48 હજાર કરોડની ફાળવણી કરવામાં આવશે. લોકોને સરળતાથી ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને યોજના પર કામ કરશે

સંરક્ષણ ક્ષેત્ર માટે શું?
સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો પ્રોત્સાહન આપવામાં આવશે. કુલ બજેટની 68 ટકા ખરીદી દેશના બજારમાંથી થશે. ગત વર્ષની સરખામણીએ આ સ્થાનિક બજારમાં ખરીદી 58 ટકા વધારે છે. હથિયારોની આયાત પર નિર્ભરતા ઓછી કરાશે. ભારતીય બનાવટના હથિયારો અતિ આધુનિક બનાવી તેની અન્ય દેશોને આપવા માટે પણ આયોજન કરવામા આવશે.

બજેટમાં ગ્રીન એનર્જી માટે શુ?
નાણાકીય વર્ષ 2022-23માં નિર્મલા સિતારમણે ગ્રીન એનર્જી પર મોટી જાહેરાત કરી છે.જેમા સોલાર મોડ્યુલ્સ માટે પબ્લીક લિંક ઈન્સેન્ટિવ સ્કીમ શરૂ કરાશે.આ PLI સ્કીમમાં 19500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.ગ્રીન એનર્જીને લઈ જાહેરાત કરાઈ છે કે, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં બાયો પેલેટ્સનો ઉપયોગ કરાશે.આ સીવાય કોલ ગેસીફિકેશન માટે પણ 4 પ્રોજેક્ટ લાવવામાં આવશે.ઉપરાંત ઈ વાહનના ચાર્જિંગ સ્ટેશનો ઓછા હોવાના કારણે બેટરીની અદા-બદલીની પોલીસી લાવવાની જાહેરાત કરાઈ છે.

ભારતની પોતાની ડિજિટલ કરન્સી હશે
બજેટમાં સરકારે દેશની પોતાની ડિજિટલ કરન્સીની વાત કરી છે. ભારત સરકાર પોતાની ક્રિપ્ટો(ડિજિટલ) કરન્સી લોંચ કરશે. હાલમાં વિશ્વમાં અલગ અલગ પ્રકારની ડિજિટલ ( ક્રિપ્ટો) કરન્સી છે. વિશ્વની લગભગ તમામ ક્રિપ્ટો કરન્સી પ્રાઇવેટ કરન્સી છે. આ ડિજિટલ કરન્સીની પારદર્શિતા પર સવાલ ઉભા થતા હતા. આંતરાષ્ટિય ક્રિપ્ટો કરન્સીમાં બ્લેક નાણા અને ગેરકાયદે પ્રવૃતિ જેવા પ્રશ્વો રહેતા. હવે ભારત સરકાર આ પ્રશ્નના સમાધાન માટે પોતાની ડિજિટલ કરન્સી લોંચ કરશે. દેશમા હાલમાં સેંકડો લોકો વિશ્વિક ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરે છે. ભારતની પોતાની ડિજિટલ કરન્સીથી નાણા સલામતી વધશે. દેશમાં ડિજિટલ કરન્સીના કારણે ટેક્સની પણ આવક થશે.

બજેટમાં શહેરી વિકાસ અંગે શું?
જૂની પેટર્ન પર શહેરી પ્લાનિંગને આગળ વધારાશે નહીં હવે બિલ્ડિંગને આધુનિક બનાવવામાં આવશે અને ટાઉન પ્લાનિંગમાં પણ સુધારો કરવામાં આવશે. 5 સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સનો દરજ્જો આપવામાં આવશે. આ તમામ સંસ્થાઓને 2500 કરોડનું ફંડ આપવામાં આવશે. શહેરી વિકાસમાં લોકોને ઘરના ઘર યોજના પર કામ કરી 2047 સુધી દેશની અડધી વસ્તી શહેરોમાં રહેશે તેવુ અનુમાન લગાવવામાં આવ્યું છે.શહેરમાં પરિવહન માટે શીપનો ઉપયોગ વધારવામાં આવશે.

રોજગારીને લઈ શું જાહેરાત?
આપ જાણતા જ હશો કે, કોરોના કાળમાં અસંખ્ય લોકોએ પોતાની નોકરી ખોવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ બાબતની ગંભીરતા જાણીને મોદી સરકાર આ બજેટમાં એક મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત દેશમાં 2022-23માં મોદી સરકાર 60 લાખ નવી નોકરીઓ આપશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags