VTV News

1.2M Followers

તમારા કામનું / નિર્મલાનું 'નોર્મલ' બજેટ : 20 મહત્વની જાહેરાતો જાણો ટુ ધ પોઈન્ટ

02 Feb 2022.12:37 PM

  • નાણામંત્રીનું નોર્મલ બજેટ
  • 20 સરળ મુદ્દામાં મેળવો જાણકારી
  • સામાન્ય માનવી માટે કોઈ મોટી જાહેરાત નહીં

સામાન્ય બજેટ પર લોકોની જે આશા અપેક્ષા હતી.તેવી કોઈ જ બજેટમાં મોટી જાહેરાત થઈ નથી.નાણા મંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું.જેમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી..

જ્યારે RBI ડિજીટલ કરન્સી લાવશે.. ઉપરાંત સરકારે 16 લાખ નોકરી આપવાનો વાયદો કરાવમાં આવ્યો છે. આ તમામ બાબતો 20 મુદ્દામાં સમજીએ.

1...ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નહીં

સામાન્ય માણસને આ બજેટમાં આવકવેરાના મોરચે કોઈ રાહત મળી નથી અને આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

2...RBIની આવશે ડિજિટલ કરન્સી

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બ્લોકચેન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ કરન્સી જારી કરવામાં આવશે. તે RBI દ્વારા 2022-23 થી જાહેર કરવામાં આવશે. તેનાથી અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે.

3...ક્રિપ્ટોકરન્સી પર લાગશે 30 ટકા ટેક્સ

કોઈપણ પ્રકારના વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આ નિર્ણયની સીધી અસર ક્રિપ્ટોકરન્સી પર થશે

4...16 લાખ નોકરીઓનો સરકારનો વાયદો

સીતારમણે કહ્યું કે બજેટથી ખેડૂતો, યુવાનોને ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે.

5...પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા 80 લાખ મકાન બનાવાશે

બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ નવા મકાનો બનાવવામાં આવશે. તેમના માટે 48 હજાર કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે.

6...3.8 કરોડ ઘરોને હર ઘર નળ યોજનાથી જોડવામાં આવશે

3.8 કરોડ ઘરોને હર ઘર નળ યોજનાથી જોડવાની મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેના માટે 60 હજાર કરોડ રૂપિયા ફાળવાયા છે.

7..MSP પર રેકોર્ડ સ્તર પર ખરીદી થશે, MSPની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે

2022-23ના બજેટમાં મોદી સરકારે એમએસપીને લઈને એક મોટો નિર્ણય લીધો છે. નાણામંત્રી સીતારામણે બજેટમાં 2.37 લાખ કરોડ MSPની ચૂકવણી કરવાની મોટી જાહેરાત કરી છે.

8...ધોરણ એકથી 12ના વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષામાં શિક્ષણની સુવિધા મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે 'વન ક્લાસ વન ટીવી ચેનલ' કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. ધોરણ 1 થી 12 માટે, રાજ્યો તેમની પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપશે.

9...400 નવી વંદે માતરમ ટ્રેન શરૂ કરવામાં આવશે

આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો તૈયાર કરવામાં આવશે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે. આ સાથે 8 નવા રોપ-વે બનાવવામાં આવશે.

10...નેશનલ હાઈવેની લંબાઈ 25 હજાર કિલોમીટર વધારાશે

2022-23ની વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ વધારીને 25,000 કિમી કરવામાં આવશે.

11...એક ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે

કોરોના સમયગાળા દરમિયાન અભ્યાસમાં ઘણું નુકસાન થયું હતું. તેણીએ કહ્યું કે એક વર્ગ એક ટીવી ચેનલને 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. સાથે જ માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે.

13...સહકારી મંડળીએ હવે 14 ટકાની MAT ચૂકવવી પડશે

સહકારી મંડળીએ હવે 14 ટકાની MAT ચૂકવવી પડશે. એક કરોડથી 10 કરોડની આવક ધરાવતી સોસાયટીએ માત્ર 7 ટકા સરચાર્જ ચૂકવવો પડશે.

14...ટૂંક સમયમાં આવશે LICનો IPO

LICનો IPO ટૂંક સમયમાં આવશે અને તેના માટે જરૂરી કાર્યવાહીનું કામ સરળતાથી ચાલી રહ્યું છે. દેશમાં આઈટી અને ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવશે અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવામાં આવશે.

15...વર્ષ 2022-23થી ઈ-પાસપોર્ટ લાવવામાં આવશે

નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે આગામી વર્ષ 2022-23માં ઈ-પાસપોર્ટ જાહેર કરવામાં આવશે. લોકોને પાસપોર્ટની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે મોટી પહેલ કરી છે.

16...5G સેવા 2022માં શરૂ થશે

5G સેવા વર્ષ 2022માં શરૂ કરવામાં આવશે અને ગામડાઓમાં બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે તેવી જાહેરાત નાણામંત્રીએ બજેટમાં કરી હતી. તો આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, ટેલિકોમ સેક્ટરમાં નોકરીની નવી તકો શોધવામાં આવશે.

17...1.5 લાખ પોસ્ટ ઓફિસમાં બેંકિંગ સિસ્ટમઃ નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 2022માં 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં કોર બેન્કિંગ સિસ્ટમ 100 ટકા હશે. તેમણે કહ્યું કે સરહદી ગામડાઓમાં માળખાગત વિકાસ માટે વાઈબ્રન્ટ વિલેજ શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો શરૂ કરવામાં આવશે. 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ શરૂ કરશે. સરકાર લઘુત્તમ સરકાર અને મહત્તમ શાસન માટે પ્રતિબદ્ધ છે.

18...1486 નકામા કાયદાનો અંત આવશેઃ નાણામંત્રી

તેમના ચોથા બજેટ ભાષણમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બિઝનેસ કરવામાં સરળતા માટે 1486 નકામા કાયદાઓ નાબૂદ કરવામાં આવશે.

19...75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ શરૂ કરશેઃ નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તાજેતરના સમયમાં ડિજિટલ બેન્કિંગ અને ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યો છે. કેન્દ્ર સરકાર આને પ્રોત્સાહન આપશે અને 75માં સ્વતંત્રતા દિવસના અવસર પર અમે દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ શરૂ કરીશું. આ તમામ યુઝર ફ્રેન્ડલી હશે અને સામાન્ય લોકોને તેનો સીધો લાભ મળશે.

20...2022-23માં વિકાસ દર 9.2 રહેવાનો અનુમાન

નાણામંત્રી સીતારમણે કહ્યું કે આવતા 25 વર્ષમાં ભારત પોતાની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે ત્યારે તે સમયનું ખાસ બજેટ રજૂ કરશે. તેમણે કહ્યું કે આવતા નાણાંકીય વર્ષમાં વિકાસ દર 9.2 ટકા રહેવાનું અનુમાન છે. સ્વાસ્થ્યના માળખાને મજબૂત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

21...કેન્દ્રીય કર્મીઓઓને નેશનલ પેન્શન સ્કીમમાં 14 ટકા, રાજ્ય સરકારના કર્મીઓને 10 ટકા ટેક્સ રાહત મળશે

22...8 નવા રોપ-વેનું નિર્માણ કરવામાં આવશે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags