GSTV

1.4M Followers

મોટા સમાચાર : રાજ્યમાં આ તારીખથી શરૂ કરાશે બાલમંદિર અને આંગણવાડી, નાના ભૂલકાંઓની કિકિયારીઓથી ગૂંજી ઉઠશે શાળાઓ

14 Feb 2022.2:17 PM

રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા શિક્ષણવિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુરૂવારથી રાજ્યમાં બાલમંદિર, આંગણવાડી અને પ્રી-સ્કૂલ શરૂ કરવામાં આવશે. વાલીઓની સંમતી અને એસઓપી સાથે શાળા શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અઢી વર્ષના સમયગાળા બાદ બાળકો શાળાએ જશે.

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, સરકાર માધ્યહન ભોજન મુદ્દે આગામી દિવસોમાં ચર્ચા વિચારણા કરશે.

રાજ્ય સરકાર PMO અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે : જીતુ વાઘાણી

યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા તણાવ વચ્ચે ગુજરાતના કેટલાંક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે તે મુદ્દે રાજ્ય સરકાર PMO અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે અને વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પરત લાવવામાં આવશે. આ પહેલાં પણ બનેલી ઘટનાઓમાં સરકાર ફસાયેલા વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી હતી.'

યુદ્ધના ભણકારા વચ્ચે યુક્રેનમાં ગુજરાતના 350 વિદ્યાર્થીઓ અટવાયા

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા તણાવ વચ્ચે યુક્રેનમાં 350 જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ફસાયેલા કેટલાંક વિદ્યાર્થીઓમાં વડોદરાના પણ છે. જેમને પરત લાવવા માટે વાલીઓ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યાં છે.

ભારતીય વિદ્યાર્થીઓમાં યુક્રેનની યુનિવર્સિટીઓનો ક્રેઝ

નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે ત્યારે આ તણાવ વચ્ચે યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા ગુજરાતનાં 350 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની દહેશત વચ્ચે જે-તે વિદ્યાર્થીઓનાં પરિવારોના જીવ તાળવે ચોટી ગયા છે. મહત્વનું છે કે, ભારતીય વિદ્યાર્થીઓમાં મેડિકલ અને એન્જીનિયરિંગનો અભ્યાસ કરવા માટે યુક્રેનની યુનિવર્સિટીઓનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેથી દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન જતા હોય છે. એવામાં યુક્રેન અને રશિયા વચ્ચેના સંભવિત યુદ્ધની અસર ગુજરાતી વિદ્યાર્થીઓ પર પણ પડી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાવા જઇ રહી છે, હાલમાં ત્યાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે એવામાં યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાતા વાલીઓ તેમને પરત લાવવા ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યાં છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags