TV9 ગુજરાતી

410k Followers

ST બસમાં અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ જાણો, પાસ નિઃશુલ્ક કરવા અંગે શું કર્યું પૂર્ણેશ મોદીએ

05 Mar 2022.2:26 PM

એસ.ટી. બસ (ST bus) માં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ (students) માટે રાહતના સમાચાર છે. હવે એસ. ટી. પાસ (passes) નિઃશુલ્ક (free) કરી દેવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્ર (semester) થી આ રાહત લાગુ કરી દેવામાં આવશે. રાજ્ય સરકારે બજેટમાં આ જાહેરાત કરી હતી.

સરકારના આ નિર્ણયને કારણે 12 લાખ વિદ્યાર્થીઓને સીધો ફાયદો મળશે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની માંડીને પીએચડી કરતા તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ગામડામાં રહેતા મધ્યમ અને ગરીબ વર્ગ માટે એસટી બસની સુવિધામાં વધારો કરી રહ્યાં છીએ. આજે રાજ્યમાં દરરોજ લગભગ 25 લાખ લોકો એસટીમાં મુસાફરી કરે છે. જેમાં ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ માટે મફત પાસની યોજના લાવવામાં આવી છે. શિક્ષણને ઉત્તેજન આપવા માટે આ યોજના લાવવામાં આવી છે.

આજે શિક્ષણ વગર નોકરી ધંધો શક્ય નથી. શિક્ષણ વધે તે માટે સરકાર અનેક રીતે મદદ કરે છે. મધ્યાહન ભોજન, બૂટ, મોજાં, ગણવેશ, શાળા પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ વગેરે દ્વારા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે અને વિદ્યાર્થીઓને લાભ મળે તે ઉમદા ઉદ્દેશ સાથે આ યોજના બનાવી છે.

તેમણે જણાવ્યું કે અત્યારે બસમાં ટ્રાવેલિંગ કરીને ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 12 લાખ જેટલી છે. જૂન મહિના સૂધીમાં તેનો લાભ મળી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવાની તૈયારી કરવાની કોશિશ કરાઈ રહી છે. તેથી આગામી નવા શૈત્રણિક સત્રમાં તે લાગુ થઈ જાય તેવી મને આશા છે.

Rajkot: અમૂલ દૂધમાં 2 રૂપિયા ભાવ વધ્યા બાદ છૂટક વેચનારાઓએ લીટરે 5 રૂપિયાનો વધારો ઝીંકી દીધો

Rajkot: મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસમાં આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર, આરોપીઓના ઘરે દોડી ગયેલી પોલીસને જોવા મળ્યા તાળા

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags