GSTV

1.3M Followers

મોટા સમાચાર / આવતીકાલે રાજ્યના તમામ CNG પંપ રહેશે બંધ, આજે જ કરાવી લેજો ગાડીની ટેંક ફુલ

16 Feb 2022.4:05 PM

ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા રાજ્યના 1,200 CNG પંપ ખાતે ગુરૂવારે 2 કલાક માટે સીએનજી વેચાણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વધુ એક આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. ગુરૂવારે એટલે કે 17 ફેબ્રુઆરી, 2022ના રોજ બપોરના 01:00થી બપોરના 03:00 વાગ્યા સુધી રાજ્યના તમામ સીએનજી પંપ બંધ રહેશે. છેલ્લા 3 વર્ષથી પેન્ડિંગ માર્જિનના પ્રશ્નના ઉકેલ માટે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ દ્વારા આ પ્રકારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સીએનજી ડીલર્સના કહેવા પ્રમાણે વર્ષ 2019માં CNG ગેસ માટે ડીલર માર્જિન વધારી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એ વાતને 30 મહિના વીતી જવા છતાં પણ ડીલર માર્જિનમાં કોઈ વધારો ન થયો હોવાથી નાછૂટકે આ અભિયાન શરૂ કરવું પડ્યું છે. આ મામલે ઓઈલ કંપનીઓને અનેક રજૂઆત કરવામાં આવેલી જેની અવગણના થઈ છે. આ કારણે ત્રણેય કંપની સામે ડિલર્સ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે અને ગ્રાહકોને પડતી તકલીફની જવાબદારી ઓઈલ કંપનીની રહેશે.

સીએનજી ડીલર્સને હાલ 1.70 રૂપિયા માર્જિન મળે છે જેને વધારીને 2.50 રૂપિયા કરાવવા માટે આ અભિયાન છેડવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags