GSTV

1.3M Followers

BREAKING : શિક્ષકોની બદલી અને બઢતીના નવા નિયમો જાહેર, રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

17 Feb 2022.4:49 PM

ગુજરાતના હજારો શિક્ષકો માટે રાજ્ય સરકારે સૌથી મોટી અને મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે શિક્ષકોની બઢતી અને બદલીને લઇને નવા નિયમો જાહેર કર્યા છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, 'શિક્ષકોનાં બંને સંગઠનો સાથે બેઠક બાદ મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. સર્વસંમિતિથી ચર્ચા કરીને આ મામલે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેથી 2 લાખ શિક્ષકોને નવા નિયમોની સીધી અસર થશે. રાજ્યમાં 3થી 4 હજાર બદલી થયેલા શિક્ષકોને ઝડપી છૂટા કરાશે.'

દંપતીના કેસમાં મૂળ શાળામાં બદલી થઇ શકશે

વધુમાં તેમણે જણાવ્યું કે, 'શિક્ષણ વિભાગની નવી નીતિના કારણે 2 લાખ શિક્ષકોને તેનો ફાયદો થશે. બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિમાં તેની રજૂઆત કરાશે. નવા નિયમ મુજબ ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેરબદલી કરાશે. જિલ્લા ફેરબદલીમાં 40%ના બદલે 100% લાભ થશે. અરસપરસ બદલીમાં વતનની જોગવાઇ દૂર કરાઇ. 10 વર્ષ બાદ બદલીના નિયમો બદલાયાં. દંપતીના કેસમાં મૂળ શાળામાં બદલી થઇ શકશે.'

જાણો બદલીના નિયમોના મુખ્ય મુદ્દાઓ…

  • બદલી થયેલા 3થી 4 હજાર શિક્ષકોને સત્વરે છૂટા કરાશે
  • જ્યાં શિક્ષકોની સંખ્યા શૂન્ય ન થતી હોય ત્યાં બદલી થયેલા શિક્ષકોને છૂટા કરાશે
  • જિલ્લા ફેરબદલીમાં 40%ના બદલે 100% લાભ
  • બોન્ડેડ શિક્ષકો પાંચ વર્ષે બદલી માટે અરજી કરી શકશે
  • જિલ્લા ફેર, અરસપરસ બદલીમાં વતન શબ્દ દૂર કરાયો
  • દંપતીના કેસમાં મૂળ શાળામાં બદલી થઇ શકશે
  • રાજ્યનાં બે લાખ શિક્ષકોને થશે સીધી અસર
  • બદલી બાબતોની રજૂઆત માટે ફરિયાદ નિવારણ સમિતિની રચના
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags