VTV News

1.2M Followers

BIG BREAKING / શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, બદલીના નિયમોમાં ધરખમ ફેરફાર, 2 લાખ શિક્ષકોને થશે લાભ

17 Feb 2022.6:25 PM

  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પત્રકાર પરિષદ
  • 10 વર્ષ પહેલાં શિક્ષક બદલી નિયમો બનેલા
  • સમયની જરૂરિયાત અને માગ આધારે ફેરફાર જરૂરી હતા

શિક્ષકોના બદલીના નિયમો મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફન્સ કરી કહ્યું છે કે 10 વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો બનેલા સમયની માંગ સાથે શિક્ષકોની માંગના અનુસંધાને રાજ્ય સરકારે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે.

સચિવ રાવ, નિયમક જોશી અને સમગ્ર ટીમ અને શિક્ષક ટીમના પ્રમુખ ભીખાભાઇ સાથે બેઠક કરી હતી. તેમની શિક્ષકોની સમસ્યા અને મૂળભૂત સમસ્યાઓને સમજી ખુબ મોટો નિર્ણય કરાયો છે 2 લાખ શિક્ષકોને સીધી અસર થશે.

શિક્ષકોની બદલીને લઇ નવા નિયમ બનાવ્યા

  • નવા નિયમ પ્રમાણે ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેર બદલી થઇ શકશે
  • વતન શબ્દ દૂર કરવામાં આવે છે
  • 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે નિમણૂંક અપાયેલ છે તેવા શિક્ષકોને 5 વર્ષ પછી બદલી માટે અરજી કરી શકશે
  • 10 વર્ષના બોન્ડ કેસમાં સમય મર્યાદા 5 વર્ષ કરાઇ
  • વધ બદલીથી અન્ય શાળામાં ગયેલા શિક્ષકો મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો માગણી કરી શકશે
  • ગ્રાન્ટેડ શાળાઓમાં પણ પતિ-પત્નીનો લાભ અપાશે
  • બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિ બનાવમાં આવશે

શિક્ષકોની બદલી થતાં સરળતાથી છૂટા થઈ શકશે
સર્વ સંમતિવિદ્યાર્થી અને શિક્ષકનું હિત અને એડમિસ્ટ્રેટનું પણ હિત જળવાઇ તે માટે નિર્ણય લીધો છે.અત્યાર સુધીમાં જે શિક્ષકોની બદલી થઇ 10 મહેકમ, છુટા કરવાના કારણે શૂન્ય શિક્ષક થઇ જતી હોય તેવા શિક્ષકોને છેલ્લે છુટા કરવા, પહેલાને છૂટા કરવાના પરંતુ નવા શિક્ષક આવ્યા બાદ છૂટા કરવા, 3થી 4 હજાર શિક્ષકોના ઓર્ડર થઇ ચૂક્યા છે, પરંતુ તેઓ છુટા થયા ન હતા, હવે છુટા થઇ જશે.

100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ અપાશે
પ્રા.શિક્ષકોની બદલીના નિયમો 2012માં બનેલા હતા. શિક્ષકોના વિશાળ હિતને ધ્યાને રાખીને નવા નિયમો રાખ્યા, 40 ટકા શિક્ષકોને જિલ્લા બદલીનો લાભ હતો, 100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ આપવામાં આવશે, જિલ્લા ફેર અસરપરસ અને સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા. તે હવે જોગવાઈ દૂર કરાઇ, વતન શબ્દ દૂર કર્યો. 10 વર્ષ શરત સાથે મૂકેલા તેવા શિક્ષકોને 5 વર્ષ પછી જિલ્લાફેરની બદલીની અરજી કરી શકશે

10 વર્ષ જૂની સમસ્યાઓનો અંત : ભીખાભાઇ પટેલ,પ્રમુખ,શૈક્ષીક સંઘ
આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે શિક્ષકોની 10 વર્ષ જૂની સમસ્યાઓનો અંત આવશે. આ મુદ્દે 3 વર્ષથી અનેક બેઠકો થતી હતી 100 ટકાનો નિયમ આ વર્ષે કરવામાં આવ્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags