ABP અસ્મિતા

414k Followers

શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય? શિક્ષકોની બદલીને લઇને પણ નવી નીતિ કરાઇ જાહેર

17 Feb 2022.5:04 PM

ગાંધીનગરઃ શિક્ષકોના હિતમા શિક્ષણ વિભાગે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલીની નવી નીતિ જાહેર કરાઇ હતી. અરસ પરસ બદલીમાંથી વતન શબ્દ દૂર કરાયો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મામલે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી.

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે હવે 40 ટકાના બદલે 100 ટકા ખાલી જગ્યા પર બદલી થશે. શિક્ષકોની અરસ પરસ બદલીમાંથી વતન શબ્દ દૂર કરાયો હતો.

બદલી થયેલા ત્રણથી ચાર હજાર શિક્ષકોને તાત્કાલિક અસરથી છૂટા કરાશે. 10 વર્ષના બોન્ડેડ શિક્ષકો પાંચ વર્ષ પછી બદલી માટે અરજી કરી શકાશે.

વાઘાણીએ કહ્યું કે બદલી થયેલા શિક્ષકોને સત્વરે છૂટા કરાશે. બદલી થયેલા ત્રણથી ચાર હજાર શિક્ષકોને લાભ મળશે. 10 વર્ષના બોન્ડેડ શિક્ષકો પાંચ વર્ષ પછી બદલી માટે અરજી કરી શકાશે. દંપત્તિના કેસમાં ગ્રાન્ટેડ અને સરકારના જાહેર સાહસોના કેસમાં પણ લાભ મળશે. શિક્ષકોની બદલી બાબતની રજૂઆતો માટે ફરિયાદ નિવારણ સમિતિ બનાવાશે. શિક્ષણ વિભાગની નવી નીતિના કારણે બે લાખ શિક્ષકોને ફાયદો થશે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે નિયમોના અમલ કરાશે. જે શિક્ષકો વધ બદલીથી બીજી શાળામા ગયા છે તે શિક્ષકો જો મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો મૂળ શાળામાં માંગણી કરી શકશે. પતિ પત્નીના કિસામાં અનુદાનિત સંસ્થાઓ પણ લાભ મળશે. બદલીના કિસામાં ફરિયાદ નિવારણ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.બંને સંઘોની સર્વ સંમતી સાથે આ નિયમો જાહેર કર્યા છે.

શિક્ષક સંઘોએ સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. શિક્ષક સંઘે કહ્યું કે શિક્ષણ વિભાગના નિર્ણયથી પ્રાથમિક શિક્ષકોને સંતોષ થયો છે. અમારી 100 ટકા માંગણી સ્વીકારવામાં આવી છે. શિક્ષક સંઘના હોદ્દેદારોએ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને અધિકારીઓનો આભાર માન્યો છે.

ચીનની આ દિગ્ગજ મોબાઇલ કંપની ભારતમાં 2023 સુધી કરશે 3,500 કરોડનું રોકાણ, જાણો શું છે પ્લાનિંગ........

EPFO સભ્ય છો ? તો જાણી લો સરકાર તમારા માટે શું શું આપી રહી છે લાભ, શું છે ફાયદો, જાણો વિગતે

AADHAR: તમે માત્ર એક મોબાઈલ નંબરથી આખા પરિવારનું આધાર PVC કાર્ડ મગાવી શકો છો, આ રીતે સરળતાથી અરજી કરી શકો છો

મોદી સરકાર યુવાનોને દર મહિને આપી રહી છે 25000 રૂપિયા અને કાયમી નોકરી? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags