GSTV

1.4M Followers

BREAKING : રાજ્યમાં સોમવારથી તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન, કોર કમિટીમાં લેવાયો મોટો નિર્ણય

17 Feb 2022.6:51 PM

રાજ્યમાં ઘટતા જતા કોરોનાનાં કેસોને લઇને કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી શિક્ષણ વિભાગ હસ્તકની તમામ શાળા-કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરુ કરવા બાબતે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે

જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે, 'શાળા-કોલેજોએ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

વિદ્યાર્થીઓ/વાલીઓ/શાળા-કોલેજોના સંચાલકોને ઓફલાઇન શિક્ષણની તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે તે બાબત ધ્યાને લેતાં આ નિર્ણયનું અમલીકરણ તા.૨૧/૦૨/૨૦૨૨ સોમવારથી થશે.'

રાજ્યમાં ગઇ કાલે બુધવારનાં રોજ કોરોનાના દૈનિક કેસો આવી ગયા 1 હજારથી નીચે

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો યથાવત્ છે. ત્યારે ગઇ કાલે બુધવારનાં રોજ છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવાં ૮૮૪ કેસ અને ૧૩ મોત નોંધાયા હતાં. નવાં ૮૮૪ દર્દીઓની સામે ૨૬૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. હાલની પરિસ્થિતએ રાજ્યમાં ૯૩૭૮ કેસ એક્ટિવ છે. જેમાંથી ૭૦ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૯૩૦૮ દર્દીઓ સ્ટેબલ છે.

આજે અમદાવાદમાં ૩૧૭, વડોદરામાં૨૦૨, સુરતમાં ૫૩, ગાંધીનગરમાં ૪૨, બનાસકાંઠામાં રાજકોટમાં ૨૯, ૨૨, ખેડામાં ૨૧ કેસ નોંધાયા છે. આ સિવાયના ૨૬ જિલ્લાઓમાં ૨૦થી ઓછાં કેસ નોંધાયા છે. આ ઉપરાંત આજે અમદાવાદમાં૩, વડોદરામાં ૬, સુરતમાં ૨, તાપીમૉ ૧ અને જામનગરમાં ૧ કોરોના દર્દીનું મોત થયું છે. નવાં ૮૮૪ દર્દીઓ સામે ૨૬૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા કુલ ડિસ્ચાર્જનો આંક ૧૧,૯૭,૯૮૩ થયો છે.

અત્યારે રાજ્યમાં એક્ટિવ કેસોની ૯૩૭૮ છે, જે પૈકી ૭૦ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૯૩૦૮ દર્દીઓ સ્ટેબલ છે. ગત ૨૪ કલાકમાં રાજ્યભરમાં ૧,૬૮,૧૩૨ લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી છે. જેમાંથી સૌથી વધુ ૫૪,૫૫૯ ડોઝ ૧૫થી ૧૮ વર્ષની વયના લોકોને બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે ૨૪,૭૭૫ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags