VTV News

1.2M Followers

જાહેરાત / BIG BREAKING: LRDની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, એક ક્લિક પર જાણો Result

21 Feb 2022.7:44 PM

  • LRDની શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર
  • 2.94 લાખ ઉમેદવારો ઉતિર્ણ થયા
  • LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કરી પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં હાલ PSI અને LRDની ભરતી ચાલી રહી છે. જેની શારીરિક કસોટી 29મી જાન્યુઆરી 2022એ જ પૂર્ણ થઈ છે.

ત્યારે હવે આ શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. જેમાં 2.94 લાખ ઉમેદવારો ઉતિર્ણ થયા છે. lrdgujarat2021.in પર ક્લિક કરીને જાણો પરિણામ... આ પરીક્ષા માટે 8.86 ઉમેદવારોએ અરજી કરી છે. જ્યારે 6.56 ઉમેદવારોએ શારીરિક પરીક્ષા આપી હતી.

125 માર્ક્સના આધારે મેરિટ તૈયાર કરાશે

25 ગુણ શારીરિક કસોટીના રહેશે, લેખિત પરીક્ષા 100 માર્ક્સની લેવામાં આવશે. આમ કુલ 125 માર્ક્સના આધારે મેરિટ તૈયાર કરાશે. પરીક્ષા 4 મોટા શહેરમાં લેખિત લેવાની ગણતરી છે. આ અંગે શિક્ષણ વિભાગ પાસે સ્કૂલની માહિતી માંગવામાં આવી છે.

10 માર્ચે લેખિત પરીક્ષા

તો હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ માટેની તારીખની જાહેરાત કરાઈ ચૂકી છે. LRDની દોડની પરીક્ષામાં પાસ ઉમેદવારોની લેખિત પરીક્ષા 10 એપ્રિલ 2022ના રોજ યોજાશે.

પરીક્ષાને લગતી વિગતવારની માહિતીઓ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મળશે. ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ lrdgujarat2021.in પરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags