ABP અસ્મિતા

414k Followers

NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર

09 Mar 2022.7:40 PM

NEET Exam: મેડિકલના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. નીટની પરીક્ષા માટે વયમર્યાદા દૂર કરવામાં આવી છે. દેશમાં તબીબી શિક્ષણની સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા નેશનલ મેડિકલ કમિશને જણાવ્યું છે કે અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા, NEET-UGમાં બેસવા માટેની ઉચ્ચ વય મર્યાદા તમામ ઉમેદવારો માટે દૂર કરવામાં આવી છે.

અગાઉ સામાન્ય વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા 25 વર્ષ અને અનામત વર્ગના ઉમેદવારો માટે 30 વર્ષ હતી.

કમિશનના સચિવ ડૉ. પુલકેશ કુમારે જણાવ્યું કે ગયા વર્ષે ઑક્ટોબરમાં મળેલી ચોથી NMC બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ને સંબોધિત પત્રમાં, ડૉ. કુમારે એજન્સીને NEET UG ના માહિતી બુલેટિનમાંથી મહત્તમ વય માપદંડ દૂર કરવા જણાવ્યું છે.

CTETનું પરિણામ થયું જાહેર

CTET Result 2022 સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSE દ્વારા CTET પરીક્ષા 16 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષા કોમ્પ્યુટર આધારિત (ઓનલાઈન) મોડમાં લેવામાં આવી હતી. આ માટે દેશભરના વિવિધ કેન્દ્રોમાં પરીક્ષા યોજવામાં આવી હતી. જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.

જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ ctet.nic.in પર પોતાના રોલ નંબરની મદદથી લોગિન કરીને પરિણામ જોઈ શકે છે. શેડ્યૂલ અનુસાર રિઝલ્ટ 15 ફેબ્રુઆરીએ જાહેર થવાનું હતું પરંતુ તેમ થઈ શક્યું નહોતું અને આજે જાહેર કરાયું છે.

CTETના પેપર-1માં 18,92,276 ઉમેદવારો રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 14,95,511 પરીક્ષામાં હાજર રહ્યા હતા અને તે પૈકી 4,45,467 પાસ થયા છે. જ્યારે પેપર-2માં 16,62,886 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, તે પૈકી 12,78,165 હાજર રહ્યા હતા અને તેમાંથી 2,20,069 પાસ થયા છે.

Education Loan Information:

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags