આજકાલ

330k Followers

ધોરણ 10 અને 12 ની પરીક્ષા નો એક્શન પ્લાન જાહેર થશે:કાલે ઝોનલ અધિકારીઓની મીટીંગ

10 Mar 2022.4:44 PM

બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ: કોરોના પછી પ્રથમ વખત વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોવાથી તેમની મુંઝવણ દૂર કરવા બોર્ડ દ્વારા કાઉન્સલીંગ હેલ્પલાઇન શરૂ: શહેરની 200 જેટલી શાળાઓમાં મોટીવેશનલ ટ્રેનિંગ અપાય

બોર્ડની પરીક્ષાનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આવતીકાલે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે જેને લઈને કાલે રાજ્યના તમામ ઝોનલ અધિકારીઓ ની મીટીંગ ગાંધીનગર ખાતે યોજાવાની છે.

કોરોના પછી પ્રથમ વખત બોર્ડની પરીક્ષા યોજાનાર છે ત્યારે આ વખતે પરીક્ષાને લઈ મહત્વના ફેરફાર કે નવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી શક્યતાઓ છે.

આગામી તારીખ ૨૮મી માર્ચ થી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે તે પૂર્વે આવતીકાલે બોર્ડની પરીક્ષાને સંદર્ભે નવો એક્શન પ્લાન જાહેર કરાશે. આવતીકાલે બપોરે ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ ઝોનલ અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ ની મિટિંગ યોજાશે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કૈલા એ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ધોરણ 10 માટે પાંચ ઝોન અને ધોરણ 12 માટે પાંચ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બંને ધોરણ માટે ગ્રામ્ય વિસ્તારમાં જસદણ અને ધોરાજી ઉપરાંત રાજકોટ શહેરમાં ત્રણ ઝોન નક્કી કરાયા છે. કોરોના ના લીધે ગયા વર્ષે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓ ની સંખ્યા નહીવત બરાબર હતી જ્યારે આ વર્ષે કોરોના પછી પ્રથમ વખત પરીક્ષા યોજાવાની હોવાથી વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા માટે બોર્ડ દ્વારા કાઉન્સેલિંગ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક શહેર, તાલુકા અને ગ્રામ્ય કક્ષા માં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તેમજ શાળા દ્વારા મોટીવેશનલ પ્રોગ્રામ યોજાઇ રહ્યા છે રાજકોટમાં 28 શાળાઓમાં મોટીવેશનલ પ્રોગ્રામ જ્યારે ૧૫૦ જેટલી શાળાઓમાં બોર્ડના વિદ્યાર્થીઓને વિદાયમાન સાથે મોટીવેશનલ ટ્રેનિંગ આપવામાં આવી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Aajkaal Gujarati

#Hashtags