VTV News

1.2M Followers

ગાંધીનગર / જય હો! ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ ગુજરાતમાં પણ કરમુક્ત! CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

13 Mar 2022.2:18 PM

  • `ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત
  • મુખ્યમંત્રીએ કર્યો નિર્ણય
  • કશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર પર બની છે ફિલ્મ

1990માં થયેલ કશ્મીરી પંડિતોનાં નરસંહારની ઘટનાને પડદા પર ફરી તાજી કરતી ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં પણ કરમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

ગુજરાતમાં પણ કરમુક્ત થઈ `ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે 'ધી કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.

હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ કરાઈ છે કરમુક્તીની જાહેરાત

હરિયાણાની સાથેસાથે મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રીની ઘોષણા કરી છે. આ ફિલ્મને ભારતમાં ૭૦૦ સ્ક્રીન પર જ રીલિઝ કરવામાં આવી છે. ફિલ્મના પ્રથમ દિવસે અંદાજે રડપિયા ૩ કરોડનું કલેકશન કર્યું હોવાનું કહેવાઇ રહ્યું છે.

તાજેતરમાં જ ફિલ્મ સર્જકે PM મોદી સાથે કરી હતી મુલાકાત

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'The Kashmir Files' આજકાલ સતત ચર્ચામાં છે. ફિલ્મનાં માધ્યમથી વિવેક અગ્નિહોત્રીએ એ તકલીફોને પરદા પર ઉતારી છે, જે કાશ્મીરી પંડિતોએ જીવી છે. પ્રોડયૂસર અભિષેક અગ્રવાલ, નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને એક્ટર પલ્લવી જોશી સહીત 'The Kashmir Files'ની ટીમે શનિવારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યા અને ટીમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ફીલ્મ્બની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags