GSTV

1.3M Followers

હરિયાણામાં અપાયું જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનું ચૂંટણી વચન

25 Mar 2022.12:29 PM

રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનું વચન આપ્યું છે. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે વચન આપેલું કે જો સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે. તેમને સત્તા તો નથી મળી પરંતુ તેમના આ વચને તેમને સરકારી કર્મચારીઓના વોટ અપાવ્યા છે અને તેમને બેઠકો વધારવામાં પણ મદદ કરી છે.

કૉન્ગ્રેસના નેતા ભૂપેન્દ્ર હુડ્ડાએ તાજેતરમાં નિવેદનમાં આપ્યું છે કે જો હરિયાણામાં કૉન્ગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે.

છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની સરકારે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. જૂની પેન્શન સ્કીમ બંધ થઈ જતાં સરકારી કર્મચારીઓમાં જબરદસ્ત નારાજગી જોવા મળી રહી છે. ભારતનો કર્મચારી વર્ગ ભાજપથી વિશેષ નારાજ છે ત્યારે કૉન્ગ્રેસ અને આમઆદમી પાર્ટી કર્મચારીઓને ખુશ કરવા માટે પ્રયત્નશીલ બન્યા છે.

પંજાબમાં ભગવંત માને 25000 કોન્ટ્રાક્ટ કર્મીઓને કાયમી સરકારી નોકરી આપી છે. આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાના મુદ્દાની સાથોસાથ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાનો મુદ્દો પણ ગાજશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV