News18 ગુજરાતી

979k Followers

Good News: કેન્દ્ર સરકારે કર્મચારીઓનું DA વધારીને 31 થી 34 ટકા કર્યું

30 Mar 2022.4:14 PM

કેન્દ્ર સરકારે (Central Government) આજે બુધવારે કેન્દ્રીય કર્મચારી (Central Government Emplyoee) ઓ માટે મોંઘવારી ભથ્થા (Dearness Allowance) અથવા DA માં 3 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. હવે આ ભથ્થું 31 ટકાથી વધીને 34 ટકા થઈ ગયું છે. આ નિર્ણયથી 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. મોંઘવારી ભથ્થામાં આ વધારો 1 જાન્યુઆરીથી લાગુ થશે.
તમને જણાવી દઈએ કે આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર છે, જે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક આશરે રૂપિયા 9,544 કરોડ થશે, એમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. તેનાથી લગભગ 47.68 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.



પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો અને વધતી જતી મોંઘવારી વચ્ચે મોંઘવારી ભથ્થામાં થયેલા વધારાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત મળી છે.

વડા પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR) ના વધારાના હપ્તાને મંજૂરી આપી હતી.

તમને જણાવી દઈએ કે આ વર્ષે 2 મહિના માટે છૂટક ફુગાવો અથવા ગ્રાહક ભાવ ફુગાવો ભારતીય રિઝર્વ બેંક (RBI) ના 2-6 ટકાના લક્ષ્‍યાંકના ઉપરના છેડાથી અકબંધ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: News18 Gujarati

#Hashtags