VTV News

1.2M Followers

ગાંધીનગર / જીતુ વાઘાણીની મોટી જાહેરાતઃ ધો. 1-2માં શ્રવણ-કથનથી અંગ્રેજી ભણાવાશે, શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે

17 Mar 2022.5:40 PM

  • ગુજરાતના શિક્ષણ જગતના મહત્વના સમાચાર
  • ધોરણ 1 અને 2માં દાખલ કરશે ફરજિયાત અંગ્રેજી
  • અભ્યાસમાં શ્રીમદ ભાગવત ગીતાના પાઠ પણ ભણાવાશેઃ વાઘાણી

હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગૃહમાં રાજ્યના શિક્ષણને લઇને કેટલીક મહત્વની જાહેરાતો કરી છે.

જેમાં તેમણે કહ્યું કે, ધોરણ 1 અને 2માં અંગ્રેજી ફરજિયાત દાખલ કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ સંઘે પણ નિર્ણયને આવકાર્યો છે. તો તેમણે આ અંગે પત્રકાર પરિષદ પણ કરી હતી.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ધો.1 અને 2 અંગ્રેજી વિષય દાખલ કરાશે. ગુજરાતી વિષય ફરજીયાત રહેશે અંગ્રેજી વિષય દાખલ કરાશે. શિક્ષકોની ઘટના અનેક પ્રશ્નનો સોલ્વ કર્યા છે. રાજ્ય સરકારે શિક્ષણનુ બજેટ વધાર્યુ છે. કોંગ્રેસના શાસનમાં 46 હજાર ઓરડાની ઘટ હતી. 497 શાળાઓ મર્જ કરવામાં આવી છે. સરકારે વૈક્લપિક વ્યવસ્થા કરી છે. અભ્યાસમાં શ્રીમદ ભાગવત ગીતામાં ઉલ્લેખ કરવામાં આવશે.

ધોરણ 1 અને 2 માં અંગ્રેજી પાઠ્ય પુસ્તક નહીં હોયઃ વાઘાણી

ધુમાં તેમણે કહ્યું કે, ધોરણ 1 અને 2 માં અંગ્રેજી પાઠ્ય પુસ્તક નહીં હોય. ધોરણ 3થી અંગ્રેજી પાઠ્ય પુસ્તક સામેલ કરાશે. ધોરણ 1 અને 2 મા શ્રવણ અને કથન માધ્યમથી અંગ્રેજી વિષય હશે. સરકારી શાળામાં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. અંગ્રેજી શીખવવા માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. માત્ર અંગ્રેજી વિષય તરીકે ઉમેરાય છે અંગ્રેજી માધ્યમ નહીં હોય, ગુજરાતી માધ્યમ જ રહેશે.

હવે ગુજરાતની શાળાઓમાં શ્રીમદ્દ ભગવદ ગીતાના પાઠ ભણાવાશે

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે, પવિત્ર શ્રીમદ્દ ભગવદ ગીતાના સિદ્ધાંતો ભણાવવામાં આવશે. ભારતીય સંસ્કૃતિથી વિદ્યાર્થી પરિચિત થાય એવા પ્રયત્ન છે. શાળાઓમાં શ્ર્લોક, ગાન, નાટય, ચિત્ર સહિતની પ્રવૃતિઓ કરાવવામાં આવશે. ઘોરણ - 6થી 8માં પરિચય અને સર્વાગી વિકાસનો અભ્યાસ થશે. ઘોરણ - 9થી 12માં વાર્તા અને પઠનના સ્વરૂપમાં અભ્યાસ કરાવાશે. બાલ્ય અવસ્થાથી જ ભગવદ ગીતા અભ્યાસથી બાળકનો વિકાસનો હેતુ છે.

ધોરણ 1,2માં અંગ્રેજી વિષયની જરૂર કેમ?

  • શરૂઆતથી જ અંગ્રેજી ફરજીયાત વિષય હશે તો વિદ્યાર્થીનો પાયો મજબૂત બનશે
  • અંગ્રેજી વિષયમાં સારા જ્ઞાનથી વિદ્યાર્થીની પ્રતિભા નિખરશે
  • વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સારી કોલેજોમાં પ્રવેશ માટેની તકો વધશે
  • લાંબાગાળે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના પરિણામો પર સકારાત્મક અસર રહેશે
  • ખાનગી શાળાઓ પ્રત્યેના વાલીઓના આકર્ષમાં ઘટાડો આવશે
  • સરકારી શાળાઓમાં શૈક્ષણિક સ્થિતિ સુધરશે

આજ રોજ રાજ્ય સરકાર દ્વારા લેવાયા નિર્ણયો

રાજ્યમાં શિક્ષણને લઇને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વના નિવેદનો કર્યા હતાં. જેમાં તેમણે જણાવ્યુ હતું કે વિદ્યાસહાયકનું મેરીટ જાહેર કરવામાં આવશે. અત્યારે કામચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને કોઈ ક્ષતિઓ હોય તો સુધારો કરવામાં આવશે. આથી તારીખ 17 થી 23 માર્ચ સુધી સુધારા અરજી કરી શકાશે. આ સમયે 3 હજાર 300 શિક્ષકોની ભરતીથી કેટલીક જગ્યા ભરાશે. આગામી સમયમાં વધ ઘટ બદલી કેમ્પ કરવામાં આવશે. બદલી માટે શિક્ષણ વિભાગે કેટલાક નિયમો બનાવ્યા છે. ટૂંક સમયમાં શિક્ષકોના બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે. તો આ તરફ બાલ્ય અવસ્થાથી શિક્ષણ અને અધ્યાત્મના વિકાસ થાય તેવું આયોજન કરવામાં આવ્યુ છે. આથી ધોરણ 1-2માં અંગ્રેજી ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારી શાળાઓમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરાશે. ધોરણ 3થી અંગ્રેજી પાઠ્યપુસ્તક આવશે. તો હવે ગુજરાતની શાળાઓમાં પવિત્ર શ્રીમદ્દ ભગવદ ગીતાના પાઠ ભણાવાશે. વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય એવા પ્રયત્ન કરવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags