VTV News

1.2M Followers

સારા સમાચાર / કર્મચારીઓને જોરદાર ગુડ ન્યૂઝ આપવાની તૈયારીમાં મોદી સરકાર, જાણો કેટલો વધી શકે છે પગાર

20 Mar 2022.11:09 AM

  • 8,000 રૂપિયા વધશે વેતન
  • આટલી વધશે સેલરી
  • આ પહેલા આટલી હતી સેલરી

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર

લાંબા સમયથી ફિટમેંટ ફેક્ટર વધારવાની માંગ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી જ સારા સમાચાર મળી શકે છે.

કેંદ્ર સરકાર પોતાના કર્મચારીઓનું વેતન વધારવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, કેંદ્ર સરકાર જલ્દી જ ફિટમેંટ ફેક્ટર વધારવાને મજૂરી આપી શકે છે.

કેંદ્ર સરકારના કર્મચારી સંઘ લાંબા સમયથી ન્યૂનતમ વેતન 18,000 રૂપિયાથી વધારીને 26,000 રૂપિયા કરવા અને ફિટમેંટ ફેક્ટરને 2.57 ગણાથી વધારીને 3.68 ગણા કરવાની માંગ કરી રહ્યા છે. જો કેંદ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓનાં ફિટમેંટ ફેક્ટરમાં વધારાની ઘોષણા કરે છે, તો તેમના વેતનમાં વધારો થશે.

8,000 રૂપિયા વધશે વેતન
ફિટમેંટ ફેક્ટર વધારવાથી ન્યૂનતમ વેતન પણ વધશે. વર્તમાનમાં કર્મચારીઓને 2.57 ટકાના આધાર પર ફિટમેંટ ફેક્ટર હેઠળ વેતન મળી રહ્યું છે, જેને વધારીને 3.68 ટકા કરવામાં આવે, તો કર્મચારીઓનાં ન્યૂનતમ વેતનમાં 8,000 રૂપિયા વધશે. જેનો અર્થ છે કે કેંદ્ર સરકારનાં કર્મચારીઓનું ન્યૂનતમ વેતન 18,000 થી વધીને 26,000 રૂપિયા કરવામાં આવશે.

આટલી વધશે સેલરી
જો ફિટમેંટ ફેક્ટરને વધારીને 3.68 ટકા કરવામાં આવે છે, તો કર્મચારીઓની સેલરી 26,000 રૂપિયા થઇ જશે. જો અત્યારે તમારું ન્યૂનતમ વેતન 18,000 રૂપિયા છે, તો 2.57 ફિટમેંટ ફેક્ટર અનુસાર 46,260 રૂપિયા (18,000 X 2.57 = 46,260) મળશે. હવે જો ફિટમેંટ ફેક્ટર 3.68 છે, તો તમારી સેલરી 95,680 રૂપિયા (26000X3.68 = 95,680) થશે.

આ પહેલા આટલી હતી સેલરી
કેન્દ્રીય મંત્રીમંડળે જૂન 2017માં 34 સંશોધનો સાથે સાતમાં વેતન આયોગની માંગણીને મંજૂરી આપી હતી. એંટ્રી લેવલ બેસિક પે 7,000 રૂપિયા પ્રતિ મહિનાથી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યા હતા, જ્યારે ઉચ્ચત્તમ સ્તર એટલે કે સચિવને 90,000 રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા. ક્લાસ 1નાં અધિકારીઓ માટે, શરૂઆતની સેલરી 56,100 રૂપિયા હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags