Oneindia

430k Followers

Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે પણ વધારો, જાણો તમારા શહેરના રેટ

23 Mar 2022.08:47 AM

નવી દિલ્લીઃ પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર કરી દીધા છે. આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સતત બીજા દિવસે બંને ઈંધણની કિંમતમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એવા સમયમાં વધારવામાં આવ્યા છે જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બ્રેંટ ઓઈલનો ભાવ 100 ડૉલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

તમને જણાવી દીએ કે રશિયા-યુક્રેન તણાવ બાદ ક્રૂડ ઓઈલનો ભાવ 130 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.


આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 97.18 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 97.01 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 111.67 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 106.34 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.91 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 102.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 110.01 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 91.25 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 88.27 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 95.85 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 91.42 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 92.95 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 86.58 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 96.37 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

source: oneindia.com

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: OneIndia Gujarati

#Hashtags