VTV News

1.2M Followers

તમારા કામનું / PM કિસાન યોજનાના 11માં હપ્તાને લઈને આવી મોટી અપડેટ, શરૂ થઈ આ સુવિધા

26 Apr 2022.12:20 PM

  • PM કિસાન નિધિના લાભાર્થીઓનો મળશે 11મો હપ્તો
  • તે પહેલા યોજનાને લઈને આવી મોટી અપડેટ
  • જાણો તેના વિશે

PM કિસાન નિધિના લાભાર્થીઓ 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા 11મો હપ્તો જાહેર કરતા પહેલા લાભાર્થીને KYC કરવા માટે કહેવામાં આવ્યું છે.

હવે તમારે KYC કરાવવા માટે આધાર સેવા કેન્દ્રોની મુલાકાત લેવાની જરૂર નથી. એટલે કે, તમે ઘરે બેઠા પણ KYC પૂર્ણ કરી શકો છો.

OTP રજીસ્ટ્રેશન
આ માટે તમારો આધાર અને મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. જો આ બંને લિંક છે તો તમે મોબાઇલ અથવા લેપટોપથી OTP દ્વારા ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન પોર્ટલ પર આધાર આધારિત ઓટીપી રજીસ્ટ્રેશન થોડા દિવસો માટે બંધ હતું જે હવે ફરી શરૂ કરવામાં આવ્યું છે.

31 મે પહેલા ઈ-કેવાયસી પૂર્ણ કરો
જો તમે હજુ સુધી PM કિસાન સંબંધિત e-KYC પૂર્ણ કર્યું નથી તો તમારો 11મો હપ્તો રોકાઈ શકે છે. પીએમ કિસાન પોર્ટલ પર આધાર આધારિત ઇ-કેવાયસી ફરી શરૂ કરવામાં આવ્યું છે. હકીકતે સરકાર દ્વારા ઇ-કેવાયસી નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

કઈ રીતે કરવું e-KYC?

  • સૌથી પહેલા તમારા મોબાઇલ અથવા લેપટોપ પર PM કિસાન વેબસાઇટ (pmkisan.gov.in) ખોલો. અહીં જમણી બાજુએ e-KYC ની લિંક જોવા મળશે.
  • અહીં આધાર (AADHAAR) સાથે લિંક કરેલ મોબાઇલ નંબર દાખલ કરો અને સર્ચ બટન પર ટેપ કરો.
  • હવે તમારા મોબાઈલ પર 4 અંકનો OTP આવશે. તેને આપેલ બોક્સમાં ટાઈપ કરો.
  • ફરીથી તમારે આધાર ઓથેન્ટિકેશન માટે બટનને ટેપ કરવાનું કહેવામાં આવશે. તેને ટેપ કરો અને આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર બીજો 6 અંકનો OTP આવશે. તેને ભરો અને સબમિટ પર ટેપ કરો.
  • આ પછી તમારું eKYC પૂર્ણ થશે નહીંતર Invalid લખવામાં આવશે. જો આવું થાય, તો તમે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને તેને સુધારી શકો છો. જો eKYC પહેલેથી જ થઈ ગયું છે, તો eKYC is already doneનો મેસેજ દેખાશે.

30 જૂન સુધી સોશિયલ ઓડિટ કરવામાં આવશે
એવી પણ ખબર છે કે 1 મેથી 30 જૂન વચ્ચે સરકાર દ્વારા સોશિયલ ઓડિટ કરવામાં આવી રહ્યું છે. આ ઓડિટમાં ગ્રામસભા દ્વારા લાયક અને અયોગ્ય લોકોની માહિતી એકત્ર કરવામાં આવશે. આ પછી, યાદીમાંથી અયોગ્ય લોકોના નામ કાઢી નાખવામાં આવશે અને પાત્ર લોકોના નામ ઉમેરવામાં આવશે.

ક્યારે આવશે 11મો હપ્તો?
રાજ્ય સરકારો દ્વારા પાત્ર ખેડૂતોની ટ્રાન્સફર માટેની રિક્વેસ્ટ (RFT) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પછી FTO જનરેટ થશે. આ પછી લાભાર્થીના ખાતામાં પૈસા આવવા લાગશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ યોજનામાં 12.5 કરોડ ખેડૂતો રજીસ્ટર્ડ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati