News18 ગુજરાતી

979k Followers

હવે કોરોના વેક્સીન 6-12 વર્ષના બાળકોને પણ લાગશે, DCGI ની મળી મંજૂરી : સૂત્ર

26 Apr 2022.4:34 PM

નવી દિલ્હી : દેશમાં હવે જલ્દી 6 થી 12 વર્ષના બાળકોને પણ કોરોના વેક્સીન (Corona Vaccine)લગાવવાનો સિલસિલો શરુ થઇ શકે છે. સૂત્રોના મતે ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)પાસેથી મંજૂરી મળી ગઈ છે.

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ડીસીજીઆઈએ ભારત બાયોટેકની કોવેક્સીનને (Covaxin Of Bharat BioTech)6 થી 12 વર્ષ સુધીના બાળકો પર ઇમરજન્સી ઉપયોગ (Emergency Use)માટે લીલી ઝંડી આપી દીધી છે.

જોકે મંજૂરી કેટલીક શરતો સાથે આપવામાં આવી છે. અત્યાર સુધી ડીસીજીઆઈ કે સરકાર તરફથી અધિકૃત રીતે આ વિશે કશું કહેવામાં આવ્યું નથી. આ માટે મંજૂરી સાથે જોડી ગયેલી શરતો પણ સામે આવી નથી.

આ પણ વાંચો - હું નીચી જાતિની છું એમ બોલીને મને જેલમાં પીવાનું પાણી ના આપ્યું, સાંસદ નવનીત રાણાએ ઓમ બિરલાને લખી ચિઠ્ઠી

ઉલ્લેખનીય છે કે દેશમાં હાલના સમયે 12 વર્ષની ઉપરના બધા નાગરિકોને કોરોના વેક્સીન (Corona Vaccination)લગાડવામાં આવી રહી છે. જેમાં 12 થી 14 વર્ષના બાળકોને કોર્બોવેક્સ નામની વેક્સીન આપવામાં આવી રહી છે. જ્યારે 15 થી 18 વર્ષના બાળકોને કોવેક્સીન લગાવવામાં આવી રહી છે. તેનાથી વધારે ઉંમરના લોકોને કોવિશીલ્ડ, કોવેક્સીન સહિત અન્ય વેક્સીન લગાવવામાં આવી રહી છે.

દેશમાં જાન્યુઆરી 2021માં કોરોના વેક્સીનેશન શરુ થયું હતું. આ પછી અત્યાર સુધી સરકારી આંકડા જણાવે છે કે દેશના 61.6 ટકા વસ્તીનું પૂર્ણ વેક્સીનેશન થઇ ગયું છે. આ લગભગ 85.1 કરોડ લોકો છે. જેમની વેક્સીનના બન્ને ડોઝ લાગી ગયા છે. પ્રથમ અને બીજો ડોઝ મળીને લગભગ 188 કરોડ ડોઝ ભારતીય નાગરિકોને લગાવવામાં આવ્યા છે.

કોરોના કેસની સ્પીડે વધારી ચિંતા, કયા રાજ્યમાં શું છે પરિસ્થિતિ

ગયા સપ્તાહ સુધી માત્ર દિલ્હી, હરિયાણા અને યુપીમાં કોરોનાના કેસ વધતા જોવા મળતા હતા, પરંતુ હવે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, બંગાળ, રાજસ્થાન અને પંજાબમાં પણ ચિંતા વધી છે. 12 રાજ્યો સિવાય, 8 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં કેસ સતત વધી રહ્યા છે, પરંતુ હજી પણ અઠવાડિયામાં 100 થી નીચે છે. મહારાષ્ટ્રમાં ગયા સપ્તાહથી અત્યાર સુધીમાં 48 ટકા કેસ વધ્યા છે. કર્ણાટકમાં 71 ટકા, તમિલનાડુમાં 62 ટકા, બંગાળમાં 66 ટકા અને તેલંગાણામાં 24 ટકાનો ઉછાળો આવ્યો છે. ઉત્તર ભારતની વાત કરીએ તો રાજસ્થાનમાં એક સપ્તાહમાં 57 ટકા કેસ વધી ગયા છે. પંજાબમાં ગયા અઠવાડિયે 56 દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થઈ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: News18 Gujarati

#Hashtags