VTV News

1.2M Followers

લગ્ન મુહૂર્ત / લખી રાખો! આ છે 2022માં લગ્ન કરવા માટેના સૌથી શુભ મુહૂર્ત, જાણો કયો દિવસ રહેશે સૌથી ઉત્તમ

12 Apr 2022.6:40 PM

  • 17 એપ્રિલથી શરૂ થશે લગ્નની સીઝન
  • એપ્રિલમાં લગ્ન માટે છે 6 શુભ મુહૂર્ત
  • ગ્રહ-નક્ષત્રોના યોગથી બને છે શુભ મુહૂર્ત

હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય માટે હંમેશા મુહૂર્ત કયુ છે એ સૌ પહેલાં જોવામાં આવે છે. ગ્રહો અને નક્ષત્રોના સંયોગથી બનેલા શુભ યોગમાં જ લગ્ન, મુંડન, જનોઈ, ગ્રહપ્રવેશ જેવાં શુભ કાર્યો થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમા બાદ દેશમાં લગ્નની સિઝન શરૂ થશે. ત્યારે અહીં જોઇશું કે, 2022 માં લગ્ન માટેના શુભ મુહુર્ત કયા-કયા છે?

લગ્ન માટેનો શુભ સમય ક્યારે શરૂ થાય છે?

જ્યોતિષીઓના મતે ચૈત્ર મહિનાની પૂર્ણિમા એટલે કે 17 એપ્રિલથી લગ્નનો શુભ સમય શરૂ થઈ રહ્યો છે, જે 8 જુલાઈ સુધી રહેશે.

લગ્ન માટે એપ્રિલમાં છે આટલાં શભ મુહૂર્ત

એપ્રિલ મહિનામાં 17 તારીખથી લગ્નના શુભ મુહૂર્ત શરૂ થશે. ત્યાર બાદ 19 એપ્રિલ, 21 એપ્રિલ, 22 એપ્રિલ, 23 એપ્રિલ અને 28 એપ્રિલે લગ્નના શુભ મુહૂર્ત છે.

જાણો અન્ય મહિનાઓમાં કયા છે લગ્નના શુભ મુહૂર્ત?

મે મહિનામાં લગ્નના શુભ મુહૂર્ત

મે મહિનામાં કુલ 13 શુભ મુહૂર્ત છે. જેમાં 2, 3, 9, 10, 11, 12, 13, 17, 18, 20, 25, 26 અને 31 મેએ લગ્નનું શુભ મુહૂર્ત છે.

જૂન મહિનામાં લગ્નના શુભ મુહૂર્ત

જૂન મહિનામાં ફક્ત 9 લગ્નના શુભ મુહૂર્ત છે. જેમાં 6, 8, 12, 13, 14, 15, 16, 21 અને 22 જૂને લગ્નનું શુભ મુહૂર્ત છે.

જુલાઈ મહિનામાં લગ્નના શુભ મુહૂર્ત

જુલાઈ મહિનામાં લગ્નના માત્ર 4 શુભ મુહૂર્ત છે. જે 3, 5, 6 અને 8 જુલાઈએ છે.

નવેમ્બર મહિનામાં લગ્નના શુભ મુહૂર્ત

નવેમ્બર મહિનામાં કુલ 4 દિવસ લગ્નના શુભ મુહૂર્ત છે. જે 21, 24, 25 અને 27 તારીખે છે.

ડિસેમ્બર મહિનામાં લગ્નના શુભ મુહૂર્ત

ડિસેમ્બર મહિનામાં લગ્ન પ્રસંગ માટે કુલ 5 શુભ યોગ છે. જે 2, 7, 8, 9 અને 14 ડિસેમ્બરે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags