TV9 ગુજરાતી

410k Followers

UGC Dual Degree: સારા સમાચાર! હવે વિદ્યાર્થીઓ એકસાથે બે ફુલ ટાઈમ ડિગ્રી કોર્સ કરી શકશે, યુજીસીએ આપી મંજૂરી

12 Apr 2022.5:36 PM

UGC Dual Degree Course: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના (University Grants Commission) અધ્યક્ષ જગદીશ કુમારે એક મોટી જાહેરાત કરી છે. યુજીસીના પ્રમુખે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ હવે એક જ યુનિવર્સિટી અથવા વિવિધ યુનિવર્સિટીમાંથી એક સાથે બે પૂર્ણ-સમયના ડિગ્રી અભ્યાસક્રમો કરી શકશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ટૂંક સમયમાં આ અંગે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરશે.

જગદીશ કુમાર (UGC Chairman M Jagadesh Kumar)એ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020)માં જાહેર કરવામાં આવ્યા મુજબ અને વિદ્યાર્થીઓને બહુવિધ કૌશલ્યો પ્રાપ્ત કરવાની મંજૂરી આપવા માટે, UGC નવી માર્ગદર્શિકા સાથે આવી છે.

યુજીસીના અધ્યક્ષે કહ્યું છે કે, હવે વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવી શકશે. બંને ડિગ્રી કાં તો એક જ યુનિવર્સિટીમાંથી લઈ શકાય છે અથવા જુદી જુદી યુનિવર્સિટીઓમાંથી લઈ શકાય છે. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને ફિઝિકલ અને ઓનલાઈન મોડમાં એકસાથે બે ડિગ્રી પ્રોગ્રામ્સ કરવાની પણ મંજૂરી આપવામાં આવશે.

IIT JAM 2022: IITના માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે JAM 2022 ફોર્મ બહાર પાડવામાં આવ્યું, જુઓ સંપૂર્ણ સમયપત્રક

KVS Admission 2022: દિલ્હી હાઈકોર્ટે KVSમાં પ્રવેશની વય મર્યાદાને પડકારતી અરજીને ફગાવી દીધી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags