VTV News

1.2M Followers

BIG NEWS / વહેલી ચૂંટણીનો મહત્વનો ઈશારો, ચૂંટણી પંચે ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગને આપી સૂચના, જાણો વિગત

12 Apr 2022.11:39 PM

  • રાજ્યમાં વહેલી ચૂંટણીને લઇ વધુ એક સંકેત
  • ચૂંટણીમાં ફરજ માટે કર્મચારીઓની યાદી મંગાવી

૨૦૨૨ એટલે ગુજરાત વિધાનસભાની ચુંટણીનું વર્ષ.આમ તો ૨૦૨૨માં ડીસેમ્બર મહિનામાં વિધાનસભાની ચુંટણી યોજશે, પરતું વર્તમાન સમીકરણો જોતા ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી વહેલી યોજાય તેવી અટકળો તેજ થઈ છે.

ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી ચૂંટણી પંચે મંગાવી માહિતી
રાજ્યમાં વહેલી ચૂંટણીને લઇ વધુ એક સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પંચે ચૂંટણીમાં ફરજ માટે કર્મચારીઓની યાદી મંગાવી લીધી છે. ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી ઈલેક્શનમાં જરૂર પડે તેવી તમામ માહિતી આપવા આદેશ કરવામાં આવ્યા છે. 13 એપ્રિલ સુધી વિગત મોકલી આપવા માટે સૂચના અપાઈ છે.

વહેલી ચૂંટણી યોજવાના સંકેત

  • PM મોદી અને અમિત શાહના સતત ગુજરાત પ્રવાસ વધ્યા
  • UPની જીત બાદ બીજા જ દિવસે અમદાવાદમાં 2 દિવસમાં PM મોદીના 3 રોડ શો થયા
  • બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં ધારાસભ્યોનું ફોટો સેશન થયું
  • સામાન્ય રીતે ફોટો સેશન છેલ્લા સત્રમાં થતું હોય છે
  • ચોમાસુ સત્ર બાકી છતાં ફોટો સેશન થયું
  • તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટ મોકૂફ રાખવાનો દિલ્લીથી નિર્ણય લેવાયો
  • PM મોદીનો ફરી આદિવાસી વિસ્તારમાં પ્રવાસ
  • મોદી-શાહની ગુજરાતના સાંસદો સાથે બેઠક
  • ચૂંટણીપંચે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ કરી
  • ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી કમર્ચારીઓની યાદી મંગાવી

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે.મોંઘવારીના માર સામે કોંગ્રેસે મુદ્દા ઉઠાવ્યા છે.તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ શિક્ષણના સળગતા મુદ્દામાં સરકારને સમાધાનકારી નિર્ણય લેવા ફરમાન કર્યુ છે.એક તરફ ભાજપ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને આગળ વધી રહી છે અને આમ જનતાને રાહત આપવા માટે પ્રયાસ કરી રહી છે..ખેડૂતોની વીજળીનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય કે પછી હોય રોજગારીની વાત, તમામ મુદ્દાઓ પર સરકાર સક્રિય થઈ છે અને જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહી છે...પાર્ટીઓની સક્રિયતાને જોતા એ સવાલ ચોક્કસ ઉભો થાય, કે શું ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી રહી છે?.રાજકીય પક્ષો ચૂંટણી માટે તૈયાર થઈ ગયા છે.?.જો વહેલી ચૂંટણી યોજાય તો જનતા સામે શું પડકાર હોઈ શકે?

વહેલી ચૂંટણીના રાજકીય કારણો

  • નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તો તૈયારીનો સમય ન મળે
  • પંજાબ બાદ આમ આદમી પાર્ટીની ગુજરાત પર નજર
  • ભાજપ માટે હાલ ગુજરાતમાં રાજકીય માહોલ સારો
  • ભાજપના આંતરિક સર્વેમાં હાલ ચૂંટણી થાય તો સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બને
  • ભાજપે ગત મહિનાથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી
  • રાજ્યમાં એન્ટિઈન્કમબન્સીનો માહોલ ઉભો ન થાય
  • હાલમાં નવી સરકારની છાપ લોકોમાં સારી
  • સ્વચ્છ શાસન અને કડકાઈની છાપનો રાજકીય લાભ મળી શકે

કોંગ્રસ અને AAPને વહેલી ચૂંટણી આવે તો કાઠું કાઢવું મોંઘું પડે
જો વહેલી ચુંટણી પાછળ યોજાય તો કોંગ્રેસને સમય મળે નહી અને કોગેસ સિનિયરો અને સંગઠન સૌથી મોટો પડકારસાબિત થઇ શકે છે.તેમજ ગુજરાતની જનતાએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPને એક તક આપી છે તેમજ પંજાબમા સતા મેળવીને હવે ગુજરાત માટે તૈયારીઓ કરી રહ્યા છે,જેમાં આપને વધુ સમય આપએ પણ ન મળે તેવા સમીકરણ પણ જોવાઈ રહ્યા છે.પરતું હાલ તો ભાજપ તૈયારી ચાલી રહી છે, તે જોતાં આગામી મહિનામાં ચૂંટણી અટકળો તેજ બની છે.ત્યારે હવે ક્યારે ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાય છે, અને કોણ બાજી મારે છે, તે તો જોવું જ રહ્યું.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags