GSTV

1.3M Followers

મોટા સમાચાર / 18 મહિનાના DA એરિયરને લઈને કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફટકો, સરકારે આપી મોટી અપડેટ

18 Apr 2022.9:32 PM

કેન્દ્ર સરકારના કર્મચારીઓનું વર્ષ 2020થી અટકેલુ 18 મહિનાનું ડીએ એરિયરના પૈસા હવે મળશે નહીં. કોરોના મહામારી દરમિયાન રોકાવામાં આવેલું ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થાના અંતર્ગત ત્રણ હપ્તાના પૈસા નહીં આપવામાં આવે. ત્યારે આવા સમયે 18 મહિનાનું ડીએ એરિયરની રાહ જોઈ રહેલા કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી રોકાયેલ ડીએનું એરિયર્સ આપવામાં આવશે નહીં.

નાણા મંત્રાલયે ડીએ એરિયરના પ્રસ્તાવને ફગાવ્યો

કેન્દ્રીય કર્મચારીઓને 18 મહિનાનું મોંઘવારી ભથ્થું એરિયર આપવામાં આવશે નહીં. આ તે દોઢ વર્ષ માટે ડીએ એરિયરની ચુકવણી છે, જ્યારે સરકાર દ્વારા કોરોના વાયરસ રોગચાળાને કારણે મોંઘવારી ભથ્થું સ્થિર કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે એરિયર્સ આપવા અંગે કોઈ વિચાર નથી. નાણા મંત્રાલયે તાત્કાલિક રાહત કાર્ય માટે કોવિડ-19 રોગચાળા દરમિયાન રોકેલા મોંઘવારી રાહત એરિયરના 3 હપ્તાઓ રિલીઝ કરવાની પેન્શનરોની વિનંતીને ફગાવી દીધી છે.

એક અનુમાન પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીઆર( પેન્સનર્સ માટે) મોંઘવારી ભથ્થુ( કર્મચારીઓ માટે) એરિયરની કુલ રકમ 34 હજાર કરોડ રૂપિયા થાય છે. પેન્શન નિયમોની સમીક્ષા માટે સ્વેચ્છિક એજન્સીઓની સ્થાયી સમિતિની 32 મી બેઠકમાં વ્યય વિભાગના એક પ્રતિનિધિએ સ્પષ્ટ કર્યું છે કે, પાછલા ડીએ અને ડીઆર એરિયરની રકમ આપવામાં આવશે નહીં. DOI કેન્દ્રીય નાણામંત્રાલયની જ એક બ્રાંચ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags