GSTV

1.3M Followers

ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામને લઈ આવ્યા મોટા સમાચાર, જૂનના પ્રથમ સપ્તાહમાં રિઝલ્ટ થઈ શકે છે જાહેર

02 May 2022.12:37 PM

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ માર્ચ મહિનામાં લેવાયેલી અને એપ્રિલ મહિનામાં પૂરી થયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જૂન મહિનાના પ્રથમ સપ્તાહ કાં તો બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. હાલ પેપર ચકાસણીની કાર્યવાહી 90 પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પેપર ચકાસણી પૂર્ણ થઈ જશે.

ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે પરિણામ 20 દિવસ મોડું જાહેર થશે તેવી શક્યતાઓ.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 28 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ હતી. જે એપ્રિલ મહિનામાં પૂરી થઈ હતી. આ વર્ષે પહેલેથી જ 3 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં 2020ની સરખામણીમાં ઓછા નોંધાયા હતા. વળી 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ જુદા-જુદા વિષયોમાં ગેરહાજર રહ્યા હતા.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags