આજકાલ

330k Followers

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના ત્રીજા સપ્તાહે

03 May 2022.12:14 PM

ધો.૧૦ અને ૧૨નું પરિણામ જૂન મહિનામાં થશે જાહેર: બોર્ડ દ્રારા ચાલી રહેલી તડામાર તૈયારી


ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવામાં આવેલી ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં માત્ર ૧૦ ટકા જ ઉત્તર વહીવટી કામગીરી બાકી રહી છે. પરિણામ સમયસર મળે તેવા સંકેત માધ્યમિક શિક્ષણ બોર્ડ માંથી મળી રહ્યા છે.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના અંતિમ સાહે જાહેર થાય તે પ્રકારનું આયોજન બોર્ડ દ્રારા હાથ ધરવામાં આવ્યું છે. યારે ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂન મહિનામાં જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી કોરોના ના કારણે પરીક્ષા બે સાહ પાછળ લઈ જવાનો નિર્ણય રાય સરકાર દ્રારા કરવામાં આવ્યો હતો તે મુજબ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા મોડી થઈ હતી ૨૮ માર્ચના રોજ શ થયેલી બોર્ડની પરીક્ષા ૧૨ એપ્રિલે પૂર્ણ થઈ હતી પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શ કરી દેવામાં આવી હતી.

માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની માત્ર ૧૦ ટકા જેટલી ઉત્તરવહી ચકાસણી કરવાની કામગીરી બાકી રહી છે તે આગામી બે-ત્રણ દિવસમાં પૂર્ણ થઇ જશે બોર્ડ મે મહિનામાં એક પછી એક પરિણામો જાહેર કરવાની દિશામાં કામગીરી શ કરી છે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૨૫મી મે ની આસપાસ જાહેર થાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. જોકે પરિણામ સંદર્ભ એ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જૂન મહિનામાં જાહેર કરવાનું આયોજન થયું છે જે જૂન મહિનાના બીજા સાહમાં આવશે તેવી સંભાવના માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સુત્રો દ્રારા વ્યકત કરવામાં આવી રહી છે .

બોર્ડ દ્રારા ૧૩ જૂનથી રાજયમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારભં થાય તે પહેલા પરિણામ જાહેર કરી દેવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બોર્ડનું પરિણામ જાહેર કરવા માટે પરીક્ષાઓ પછી એપ્રિલ મહિનાની ૧૧ તારીખથી ધોરણ-૧૦ની અને ૧૩ એપ્રિલથી ધોરણ-૧૨ સાયન્સ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શ કરવામાં આવી હતી.આ કામગીરીમાં ૬૧ હજાર શિક્ષકો રોકાયા હતા. જેમાં સૌ પ્રથમ ધોરણ-૧૨ સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. એ પછી અને ધોરણ-૧૦ની અને હવે સામાન્ય પ્રવાહની લગભગ ૧૦ ટકા જેટલી કામગીરી બાકી છે. આ કામગીરી પણ ચાલુ અઠવાડિયા દરમિયાન પૂર્ણ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

પરીક્ષા પૂર્ણ થયા પછી સમયસર પરિણામ જાહેર થાય તે માટેની કામગીરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા કરવામાં આવી રહી છે. એટલે ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ ૨૫મી મેની આસપાસ અને ધોરણ-૧૦ તથા ૧૨ સાયન્સનું પરિણામ જૂન માસમાં જાહેર કરવામાં આવી શકે છે. જે બાદ મોડામાં મોડું જૂનના બીજા અઠવાડિયામાં પરિણામ જાહેર કરવાની કામગીરી પૂર્ણ કરાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. આ પછી ૧૩ જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શ કરવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Aajkaal Gujarati

#Hashtags