GSTV

1.3M Followers

હવે WhatsAppથી ડાઉનલોડ કરી શકશો પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ, જાણો કેવી રીતે

23 May 2022.5:45 PM

સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે કોઈ પણ વ્યક્તિ જરૂર પડ્યે WhatsApp દ્વારા Digilockerમાં સેવ કરેલ PAN કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ જેવા મહત્વના દસ્તાવેજોને સરળતાથી એક્સેસ કરી શકશે અને ડાઉનલોડ કરી શકશે. આ સુવિધા સામાન્ય લોકો માટે ઘણી સુવિધાજનક સાબિત થઈ શકે છે.

જાણો શું છે તેનો હેતુ

સરકારી સેવાઓ સુલભ, સમાવેશી અને પારદર્શક બનાવવાના ધ્યેય સાથે સરકારે આ પહેલ કરી છે.

આ પહેલ હેઠળ, કોઈપણ નાગરિક WhatsApp પર MyGov Helpdesk દ્વારા Digilockerમાં સાચવેલા દસ્તાવેજોને ઍક્સેસ અને ડાઉનલોડ કરી શકે છે.

પીઆઈબીએ ટ્વિટ કરીને આપી માહિતી

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ ટ્વિટ કર્યું છે કે, 'નાગરિકો હવે પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ઍક્સેસ કરી શકે છે. લોકો @mygovindia Helpdesk દ્વારા WhatsApp પર Digilocker સંબંધિત સેવાઓને ઍક્સેસ કરી શકે છે'

આ રીતે મેળવી શકશો આ સુવિધા

WhatsApp નો ઉપયોગ કરતા લોકો WhatsApp નંબર +91 9013151515 પર 'નમસ્તે અથવા Hi અથવા Digilocker' મોકલી શકે છે. આ પછી તેઓ ડિજીલોકરની સેવાઓનો ઉપયોગ કરી શકશે. આના દ્વારા, DigiLocker અકાઉન્ટ સેટઅપ અથવા વેરિફાઈ કરી શકાય છે. એટલું જ નહીં, વોટ્સએપ પર પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો ડાઉનલોડ કરી શકાય છે.

જાણો શું છે Digilocker

Digilocker એ વિવિધ દસ્તાવેજો અને પ્રમાણપત્રો જારી કરવા અને ચકાસવા માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે. આ ભૌતિક દસ્તાવેજોની જરૂરિયાતને દૂર કરે છે. PIB અનુસાર, નવી સેવાઓ હેઠળ, રહેવાસીઓ આ દસ્તાવેજોને સરળતાથી ઍક્સેસ કરી શકે છે:

  • પાન કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • CBSE ધોરણ 10ની માર્કશીટ
  • વાહન નોંધણી પ્રમાણપત્ર (RC)
  • વીમા પોલિસી - ટુ વ્હીલર
  • CBSC ધોરણ 12ની માર્કશીટ
  • 12મા ધોરણની માર્કશીટ
  • વીમા પૉલિસી દસ્તાવેજો
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags