VTV News

1.2M Followers

BIG NEWS / તલાટી-ક્લાર્કની ભરતી: પંચાયત મંત્રીએ આપ્યાં મોટા સંકેત, જાણો ક્યારે લેવાઈ શકે છે પરીક્ષા

31 May 2022.12:20 PM

  • તલાટી અને ક્લાર્કની 3,800 પોસ્ટ માટે લેવાશે પરીક્ષા
  • જુલાઈ માસમાં યોજાશે રાજ્યવ્યાપી પરીક્ષા
  • પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ આપ્યાં સંકેત

ગુજરાતમાં તલાટી અને ક્લાર્કની ભરતીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ અને ક્લાર્કની 2,000 પોસ્ટ માટે જુલાઇ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે.

એટલે કે તલાટી અને ક્લાર્ક સહિતની કુલ 3,800 પોસ્ટ માટે પરીક્ષા લેવાશે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ પરીક્ષાને લઇને સંકેત આપ્યાં છે.

પરીક્ષા માટે પંચાયત પસંદગી મંડળ શાળાની પસંદગી કરી રહ્યું છે: મેરજા

ઘણા લાંબા સમયથી સૌ કોઇ ઉમેદવારો રાહ જોઇ રહ્યાં છે ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ પરીક્ષાની તારીખો પણ જાહેર કરાઇ શકે છે તેવાં પણ સમાચાર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ અંગે બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, 'પંચાયત કેડરની 13,121ની સતત સંવર્ગની જગ્યાઓ માટેની જાહેરાત બહાર પડી ગઇ છે. તે પૈકીની 11 કેડરની લેખિત પરીક્ષાઓ લેવાઇ ગઇ છે અને ચારના તો પરિણામો પણ જાહેર કરી દીધા છે. આમ, સતત કેડરની જે પરીક્ષાઓ ક્રમશ: લેવાઇ રહી છે તેમાં એક ક્લાર્ક અને તલાટી ક્રમ મંત્રી કેડરની જે પરીક્ષા છે તેમાં 1800થી 2000 જગ્યાઓ માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે ભરતી કરવાની થતી હોય ત્યારે તેના સેન્ટરો પર સુનિશ્ચિત આયોજન હોવું જોઇએ અને એની માટે પંચાયત પસંદગી મંડળ શાળાની પસંદગી કરી રહ્યું છે.'

પરીક્ષાની તારીખ અંગે અમે ચોક્કસ અવધિ ના આપી શકીએ: મેરજા

જો કે, પરીક્ષાની તારીખ અંગે બ્રિજેશ મેરજા એવું કહી રહ્યાં છે કે, તેના અંગે અમે ચોક્કસ અવધિ ના આપી શકીએ. પણ જ્યારે જાહેરાત બહાર પડી છે અને અન્ય કેડરની પરીક્ષાઓ લેવાઇ ચૂકી છે, તેના પરિણામો પણ બહાર પડી ચૂક્યાં છે તેમ અમે આમાં પણ અમે જલ્દી પ્રયત્ન કરીશું. અમે જુલાઇ મહિનામાં આ પરીક્ષા માટેનું આયોજન કરી રહ્યાં છીએ અને એ સ્થળ, સ્થિતિ અને પરિસ્થિતિ પર નિર્ભર છે. પરંતુ અમે પરીક્ષા જેટલી જલ્દી લઇ શકાય તેટલી પરીક્ષા અમે જલ્દી લેવા પ્રતિબદ્ધ છીએ.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags