VTV News

1.2M Followers

BIG BREAKING / દોઢ વર્ષમાં કરો 10 લાખ ભરતી: PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યા આદેશ

14 Jun 2022.10:25 AM

  • રોજગાર મુદ્દે મોદી સરકાર એક્શનમાં
  • દોઢ વર્ષમાં 10 લાખ નોકરી આપશે
  • બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં તેના પર કામ કરવાનો આદેશ આપ્યો છે.

PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે.

શું કહ્યું વડાપ્રધાન કાર્યાલયે ?

PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં માત્ર 1.5 લાખ પદો પર જ ભરતી થઈ શકે છે. પીએમઓ ઈન્ડિયા એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, 'પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં શું કહ્યું ?

ગત વર્ષે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 1 માર્ચ, 2020 સુધીમાં, કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.72 લાખ પદો ખાલી છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે, હાલમાં આ આંકડો વધીને 10 લાખની નજીક પહોંચી ગયો હશે, જેના પર પીએમ નરેન્દ્ર મોદીએ ભરતીનો આદેશ આપ્યો છે.

8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર

જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં કુલ 40 લાખ 4 હજાર પદો છે, જેમાંથી લગભગ 31 લાખ 32 હજાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે 8.72 લાખ જગ્યાઓ પર ભરતીની જરૂર છે.

2016-17 થી 2020-21 કેટલી ભરતી થઈ ?

2016-17થી 2020-21 દરમ્યાન ભરતીના આંકડા આપતા જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, SSCમાં કુલ 2,14,601 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ સિવાય RRBએ 2,04,945 લોકોને એપોઇન્ટમેન્ટ આપી છે. જ્યારે યુપીએસસીએ પણ 25,267 ઉમેદવારોની પસંદગી કરી છે.

અગાઉ મોદી સરકાર પર પ્રહારો કરતા અનેકવાર આરોપ લગાવી ચૂક્યા છે કે તે રોજગાર આપી શકતી નથી. ખાસ કરીને નોટબંધી, GST અને પછી કોરોનાના સમયગાળા દરમ્યાન અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મંદીના કારણે ખાનગી ક્ષેત્રમાં નોકરીની તકો વધુ બહાર આવી રહી નથી. આવી સ્થિતિમાં મોદી સરકારની આ જાહેરાત સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags