GSTV

1.3M Followers

BIG BREAKING : અંતે નરેશ પટેલ પાણીમાં બેઠ્યા, રાજકારણમાં નહીં જોડાય : ખોડલધામમાં ખોલશે રાજકીય પાઠશાળા

16 Jun 2022.12:10 PM

ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેવા અહેવાલો વહેતા થયા હતા, તે અહેવાલોનો આખરે અંત આવ્યો છે. ખોડલધામના ટ્રસ્ટના નરેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેઓ રાજકારણમાં નહીં જોડાય. ઉલ્લેખનીય છે કે આ પહેલા કાગવડના ખોડલ ધામ ખાતે મહત્વની બેઠક આયોજિત થઈ હતી. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની ચર્ચાઓ આખરે વાઘ-આવ્યો-ભાઈ વાઘ જેવી સાબિત થઈ છે.

નરેશ પટેલ આખરે પાણીમાં બેસી ગયા છે.


૮૦ ટકા યુવાનો ઈચ્છે છે કે, હું રાજકારણમાં સામેલ થાઉં
  • રાજકારણમાં જોડાવવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો
  • વડીલો મને રાજકારણમાં જવાની ના પાડે છે
  • ખોડલધામમાં રાજકારણના પાઠ ભણાવાશે

હાલમાં મે રાજકારણમાં નહીં જોડાવવાનો નિર્ણય લીધો

મારા પર કોઈ રાજકીય દબાણ નથી, વડીલોની સલાહ માનીને મેં આ નિર્ણય લીધો છે. હાલ પૂરતો રાજનીતિમાં નહીં જોડાઉ. ખોડલધામનાં ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથી ભવનના પ્રમુખ સાથે બંધબારણે બેઠક કરી હતી.આ બેઠકમાં નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.ખોડલધામ પોલિટીકલ એકેડમની જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજના અગ્રણી નેતા અને ખોડલધામના ચેરમેન રાજકારણમાં ક્યારે સક્રિય થશે, અને તે કયા પક્ષમા જોડાશે, કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, તે તમામ અટકળનો આખરે અંત આવી ગયો છે.

  • બહેનો અને યુવાનો ઈચ્છે છે કે હું રાજકારણમાં જોડાવું
  • રાજકારણની તાલિમ આપવાની સંસ્થામાં જોડાવા માટે આમંત્રણ આપું છું
  • હાલમાં મે રાજકારણમાં નહીં જોડાવવાનો નિર્ણય લીધો છે.

વડીલોએ મને રાજકારણમાં જોડાવાની ના પાડી હતી. રાજકારણમાં જોડાવાવાનો નિર્ણય મારો હતો.ખોડલધામના નરેશ પટેલની રાજકારણમાં જોડાવા અંગે સ્પષ્ટતા કરી છે.

સમાજમાં સર્વે કરવામાં આવ્યો હતો, તે સર્વે અનુસાર 50% યુવાનો અને 80% મહિલાઓ ઈચ્છતા હતા કે મારે રાજકારણમાં જવું જોઈએ પરંતુ વડીલોનું માનવું એ હતું કે મારે રાજકારણમાં ના જોડાવું જોઈએ. આ કારણે રાજનીતિમાં પ્રવેશવાનો નિર્ણય હાલ પૂરતો જ મોકૂફ રાખવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનાથી ગુજરાતના રાજકારણમાં અટકળો ચાલી રહી હતી કે તેઓ કોઈપણ પક્ષમાં જોડાઈને રાજનીતિમાં શ્રી ગણેશ કરશે.


રાજકારણમાં જોડાશે કે નહીં તેના પર તારીખ પર તારીખ પડી

છેલ્લા ઘણા મહિનાઓથી રાજકારણમાં જોડાશે કે નહીં તેના પર તારીખ પર તારીખ પડી રહી હતી. ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે 27મી ફેબ્રુઆરીના રોજ પ્રથમ વખત રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી હતી. રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગેનો નિર્ણયની જાહેરાત માર્ચની શરૂઆતમાં કરશે તેવી પ્રથમ વખત જાહેરાત કરી હતી. ત્યાર પછી સતત તારીખો પડતી રહી અને આજે આ તમામ તારીખોનો પણ અંત આવી ગયો.

ગત રોજ વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો અને ટ્રસ્ટીઓની એક બેઠક યોજાઈ હતી. સરકાર સામેની વિવિધ માગણીઓને અનુસંધાને યોજાયેલી તે બેઠકમાં પાટીદાર સમાજના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. તે બેઠકમાં નરેશ પટેલ હાજર રહેવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેઓ ન દેખાતાં તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags