VTV News

1.2M Followers

BIG NEWS / LRD ભરતીને લઇને મોટા સમાચાર: 'ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ'ને લઇને હસમુખ પટેલે આપી આ જાણકારી

17 Jun 2022.12:35 PM

  • LRD ભરતીને લઇને સૌથી મહત્વના સમાચાર
  • જૂન મહિનાના સુધીમાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ
  • ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું

LRD ભરતીને લઇને બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'એક મહિનાની રજા પરથી હું છઠ્ઠી જૂને હાજર થયેલ છું.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ તૈયાર કરવા માટે જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. જૂનના અંત સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે.'

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ LRD ભરતીના વેઈટિંગ લિસ્ટને લઇને હસમુખ પટેલે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'જે ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોય તેમાં વેઇટિંગ લિસ્ટ નહીં રાખવાનો સરકારનો નિયમ છે. લોકરક્ષક ભરતીમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોઇ તેમાં વેટીંગ લીસ્ટની જોગવાઈ નથી. 2016-17 ની ભરતી સુધી આ નિયમ ન હતો.'

1-08-2018ના પરીપત્રથી વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો જે કારણે ફક્ત વર્ષ 2018 એલઆરડીની ભરતીનું વેઈટિંગ લિસ્ટ બહાર પડશે ચાલુ ભરતીમાં કોઈ વેઈટીંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે નહીં.

ફક્ત વર્ષ 2018 એલઆરડીની ભરતીનું વેઈટિંગ લિસ્ટ ઓપરેટ થશે તેવું જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 એલઆરડીની ભરતીનું વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે એલઆરડીના પરીક્ષાર્થીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કરી હતી.અને વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે સરકારનુ સકારતમક વલણ અપનાવી 20 ટકા વેઈટિંગ લિસ્ટને રી ઓપન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 1-08-2018ના પરીપત્રને લઈ એલઆરડીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને અન્યાયની લાગણી થઈ હતી.વર્ષ 2018માં LRDની ભરતીની પરીક્ષાર્થીઓ માટે વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે હાલ જે નવી ભરતી ચાલી રહી છે તેમાં એકથી વધુ સંવર્ગની ભરતી સાથે થતી હોવાથી વેઈટિંગ લિસ્ટ બહાર પાડવામાં નહીં આવે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags