VTV News

1.2M Followers

મોટા સમાચાર / RTE હેઠળ ખાલી 7354 જગ્યાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત

18 Jun 2022.7:46 PM

  • RTEના ત્રીજા રાઉન્ડ બાદ પણ 7354 જગ્યા ખાલી
  • ખાલી જગ્યા ભરવા માટે શિક્ષણ વિભાગે કામગીરી હાથ ધરી
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ટ્વિટ કરી આપી માહિતી

RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા અંગેનો ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ 7354 જેટલી જગ્યા ખાલી હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

ખાનગી શાળાઓમાં આરટીઇ હેઠળ નબળા વર્ગના પરીવારના બાળકોને નિશુલ્ક પ્રવેશ આપવાની કામગીરી ત્રીજા રાઉન્ડમાં પૂર્ણ થઇ છે. ત્યારબાદની ખાલી જગ્યાઓ ભરવા ગરીબ પરિવારના બાળકોને વધુ એક તક આપવામાં આવી છે અને ત્રીજા રાઉન્ડ બાદ પણ ખાલી પડેલ જગ્યાને ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. RTE પ્રવેશ માટેના ચોથા રાઉન્ડ અન્વયે જો વિદ્યાર્થીઓ શાળાની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા.19/06/2022 થી તા.21/06/2022 સુધીમાં ઓનલાઈન અરજી કરી અને એપ્લીકેશન નંબર તથા જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા ટ્વિટ કરી અપાઈ મહિતી
આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી છે. ટ્વિટના મધ્યમથી માહિતી આપતા રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્ડની કામગીરી પૂર્ણ થતા ખાલી રહેલી 7354 જગ્યાઓમા જે બાળકોને પ્રવેશ મળ્યો નથી અને જે બાળકો ફળવાયેલી શાળામાં ફેરફાર કરાવવા ઇચ્છતા હોય તેઓ 19/06/2022 થી 21/06/2022 દરમિયાન #RTE ના વેબપોર્ટલ પર જઇ શાળાઓની પુન: પસંદગીની જરૂરી પ્રક્રિયામાં સહભાગી થઇ શકશે.

ત્રીજા રાઉન્ડમાં 1147 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, RTE હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ગુજરાતની કુલ 9955 ખાનગી શાળાઓમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ ઉપલબ્ધ કરાઇ હતી. જે યોજનાના પ્રથમ રાઉન્ડમાં 58,347 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ નિયત કરાવ્યો હતો. આ બાદ બીજા રાઉન્ડમાં 4548 જેટલા વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્રીજા રાઉન્ડમાં 1147 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ હજુ પણ7354 જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags