ખિસ્સું

29k Followers

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી; જાણો વાવણી ક્યારે?

03 Jun 2022.12:01 PM

અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસું કેવું રહેશે તેને લઈને એક મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. જ્યારે 10 જૂન પછી રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થઈ જશે. 14 અને 15 તારીખ બાદ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની પણ આગાહી કરી છે. જ્યારે 15 જૂન બાદ ગુજરાતમા વાવણી લાયક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.ચોમાસુ કેવું રહેશે : જૂન અને જુલાઈ મહીનામાં ગુજરાતમા સારો વરસાદ પડશે. જ્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમા સારો વરસાદ પડશે. જૂન મહિનામાં 26 જૂન અને જુલાઈ મહીનામાં તારીખ 3,19 અને 20 માં સારો વરસાદ પડવાની અંબાલાલ પટેલે કરી છે.ત્યારબાદ ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઓકટોબર મહિના દરમિયાન સારો વરસાદ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.ગુજરાતનાં દરિયાકાંઠા વિસ્તારમાં ચોમાસાં પહેલાં ભારે પવન ફુંકાવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Khissu Gujarati