VTV News

1.2M Followers

BIG NEWS / ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરિણામની તારીખો થઈ જાહેર

03 Jun 2022.5:41 PM

  • ધોરણ 10નું પરિણામ 6 જૂને થશે જાહેર
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી માહિતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ તારીખ આવતીકાલ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦8:૦૦ કલાકે જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦6/૦6/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ થશે

રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529 વિદ્યાર્થીઓએ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ આવતીકાલે શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ આવશે.દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. www.gseb.org પર જઈ પરિણામ જોઇ શકાશે

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Results )

સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2022 અથવા GSEB SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags