VTV News

1.2M Followers

BIG NEWS / TETના ઉમેદવારો માટે ખુશીના સમાચારઃ 3300 ઉમેદવારોને રાજ્ય સરકાર આપશે ઓર્ડર, જાણો ક્યારે ફરજ પર હાજર કરાશે

20 Jun 2022.00:10 AM

  • ટેટના ઉમેદવારોને અપાશે ઓર્ડર
  • પ્રવેશોત્સવ બાદ ઓર્ડરની કાર્યવાહી
  • 3300 ઉમેદવારોને મળશે ઓર્ડર

લાંબા સમયથી રાહ જોઇ રહેલા ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. 3300 ઉમેદવારને જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ઓર્ડર આપી હાજર કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.ટેટ-1 અંતર્ગત 1,300 શિક્ષકોની ધો.1થી 5માં ફાળવણી કરવામાં આવી છે.

જ્યારે ટેટ-2 અંતર્ગત 2 હજાર શિક્ષકોની ધો.6થી 8માં ફાળવણી થઈ છે.સૌથી વધુ કચ્છમાં 226 શિક્ષકો ફળવાયા છે. સૌથી ઓછી ફાળવણી જૂનાગઢમાં 6 શિક્ષકોની થઈ છે. રાજ્યમાં ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારોને પ્રવેશોત્સવ બાદ ઓર્ડરની કાર્યવાહી હાથ ધરાશે.

રાજય સરકાર દ્વારા ટેટના ઉમેદવારોને અપાશે ઓર્ડર
છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયકની ભરતી ન થતા ઉમેદવારોમાં હતાશા હતી. ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારના સ્વર્ણિમ પાર્કમાં દેખાવ પણ કર્યા હતા.2019માં ભરતીમાં પૂર્ણ ન થતાં રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં વિદ્યાસહાયકની 19 હજારથી વધુ ખાલી જગ્યા છે. જેમાંથી 3300 જગ્યા જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ભરી દેવામાં આવશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags