VTV News

1.2M Followers

ચોમાસું / આજે ઉમરગામમાં 5.8 ઈંચ વરસાદ, ગુજરાતમાં 5 દિવસ મેઘરાજા મનમૂકીને વરસશેઃ હવામાન વિભાગની આગાહી

20 Jun 2022.4:47 PM

  • રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
  • 26-27 જૂન બાદ વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાદની શક્યતા: અંબાલાલ
  • આજ રોજ સૌથી વધુ ઉમરગામમાં 5.8 ઈંચ વરસાદ નોંધાયો

રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ત્યારે ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.'

તો બીજી બાજુ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, '26-27 જૂન બાદ વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.' મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં ઉમરગામ, વાપી, પારડી સહિતના અનેક સ્થળે વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 5.8 ઈંચ વરસાદ નોંધાયો. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

દક્ષિણ ગુજરાત અને દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ વરસશે: હવામાન વિભાગ

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'દક્ષિણ ગુજરાત અને દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદ વરસશે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. નવસારી, સુરત, દમણ-દાદરા નગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદ રહેશે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં સીઝનનો 23 MM વરસાદ પડ્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.'

નદીઓના જળસ્તરમાં થશે વધારો: અંબાલાલ પટેલ

બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં 26-27 જૂન બાદ વડોદરા, આણંદ અને ખેડામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જુલાઈથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી પડશે સારો વરસાદ વરસશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદ ઘટશે. નદીઓના જળસ્તરમાં વધારો થશે. આદ્રા નક્ષત્રમાં વાવણી કરવા ખેડૂતોને અંબાલાલે સલાહ આપી.'

અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી વરસાદ વરસી શકે છે: હવામાન વિભાગ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 'અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં પણ આજે વરસાદ વરસી શકે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસવાની શકયતા રહેલી છે.'

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags