VTV News

1.2M Followers

તમારા કામનું / 1 જુલાઈથી બદલાઈ જશે આ 11 નિયમો, જેની તમારા ખિસ્સા પર થશે સીધી અસર, જાણો ડિટેલ્સ

29 Jun 2022.2:20 PM

  • 1 જુલાઈથી લાગુ પડશે આ નિયમો
  • જેની તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
  • તમારા માટે આ વસ્તુઓ જાણી લેવી ખૂબ જરૂરી

એક દિવસ પછી જુલાઈ મહિનો શરૂ થશે. આ વખતે 1લી જુલાઈથી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો કે દર મહિનાની પહેલી તારીખે ઘણી વસ્તુઓ બદલાતી રહે છે.

પરંતુ 1 જુલાઈ આ મામલે ખાસ રહેશે કારણ કે આ વખતે 1-2 નહીં પરંતુ 11 વસ્તુઓમાં ફેરફારો થવાના છે.

લેબર કોડના નવા નિયમો લાગુ
જો બધું બરાબર રહ્યું તો 1 જુલાઈથી સમગ્ર દેશમાં લેબર કોડના નવા નિયમો લાગુ કરવામાં આવશે. તેના અમલીકરણ સાથે, નોકરી કરતા વ્યક્તિનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. ઓન હેન્ડ સેલેરીમાં આ ઘટાડા સાથે PFનું કોન્ટ્રીબ્યુશન વધી જશે. આ સિવાય કામકાજના કલાકો 12 અને વીકઓફ વધીને ત્રણ થઈ જશે.

ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર
ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જે રીતે ભાવ વધી રહ્યા છે તે જોતા લાગે છે કે આ વખતે 1 જુલાઈથી ભાવ ફરી વધી શકે છે. આ વખતે બિન-સબસિડીવાળા ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંનેની કિંમતમાં વધારો થવાની ધારણા છે.

ઓનલાઈન શોપિંગમાં ફેરફાર
આ ફેરફાર ઓનલાઈન શોપર્સ માટે છે. 1 જુલાઈથી ઓનલાઈન શોપિંગ કંપનીઓ, વેપારીઓ અને પેમેન્ટ ગેટવે તેમના પ્લેટફોર્મ પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટા સુરક્ષિત રીતે સ્ટોર કરી શકશે નહીં. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને RBI 1 જુલાઈથી કાર્ડ ટોકનાઈઝેશન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમમાં કાર્ડની વિગતોને ટોકનમાં બદલી દેવામાં આવશે.

ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટનું KYC
જો તમે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટનું KYC પૂર્ણ કર્યું નથી તો તેને 1 જુલાઈ પહેલા કરાવી લો. 1 જુલાઈ પછી KYC અપડેટ કરી શકાશે નહીં. આમ નહીં કરો તો ભવિષ્યમાં તમને મુશ્કેલી થઈ શકે છે. અગાઉ ડીમેટ ખાતાઓ માટે KYC કરાવવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2022 હતી પરંતુ બાદમાં તેને લંબાવીને 30મી જૂન કરવામાં આવી હતી.

પાન આધારને લિંક કરવાની છેલ્લી તારીખ
PAN અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. પરંતુ આ તારીખ સુધીમાં લિંક કરવા પર તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. પરંતુ 30 જૂન સુધી બંને દસ્તાવેજોને લિંક કરવા પર 500 રૂપિયાનો દંડ છે. જો તમે લિંક ન કરાવી હોય તો 1 જુલાઈ પહેલા કરી લો.

બિઝનેસમાં મળતા ગિફ્ટ
1 જુલાઈ, 2022 થી બિઝનેસ તરફથી મળેલી ભેટો પર 10% TDSની જોગવાઈ છે. ટેક્સની આ જોગવાઈ સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સર અને ડોક્ટરોને પણ લાગુ પડશે. જો કંપની દ્વારા આપવામાં આવેલ ઉત્પાદન પરત કરવામાં આવશે તો TDS લાગુ થશે નહીં.

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ
જો તમે પણ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું છે તો આ તમારા માટે છે. 30 ટકા ટેક્સ પછી ક્રિપ્ટો રોકાણકારોને વધુ એક મોટો આંચકો લાગશે. ટેક્સ ઉપરાંત ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓએ પણ 1 ટકા TDS ચૂકવવો પડશે.

પ્રોપર્ટી ટેક્સ પર અપડેટ
1 જુલાઈથી થનારો આ ફેરફાર દિલ્હીવાસીઓ માટે છે. સરકાર દ્વારા 30 જૂન સુધીમાં પ્રોપર્ટી ટેક્સ જમા કરાવવા પર 15 ટકા રિબેટ આપવામાં આવી રહી છે. 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી તમે આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશો નહીં.

હીરો મોટોકોર્પની કિંમતમાં વધારો
1 જુલાઈથી દેશની અગ્રણી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે તેની કિંમતમાં 3,000 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કાચા માલની કિંમતમાં વધારો અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. Hero MotoCorpની જાહેરાત બાદ અન્ય કંપનીઓ પણ કિંમતમાં વધારો કરે તેવી શક્યતા છે.

AC પણ થશે મોંઘા
વધતી ગરમી વચ્ચે 1 જુલાઈથી એસી પણ મોંઘા થઈ જશે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ AC માટે એનર્જી રેટિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. 1 જુલાઈથી લાગુ થતા આ ફેરફારો બાદ 5 સ્ટાર એસીની રેટિંગ ઘટીને 4 સ્ટાર થઈ જશે. આ સાથે કિંમતમાં 10 ટકા સુધી વધી શકે છે.

કોમર્શિયલ વાહનો મોંઘા
ટાટા મોટર્સે પણ કોમર્શિયલ વાહનો મોંઘા કર્યા છે. ટાટાએ કોમર્શિયલ વાહનોની કિંમતમાં 1.5 થી 2.5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. વિવિધ મોડલ અને વેરિઅન્ટના આધારે વધેલી કિંમતો 1 જુલાઈ, 2022થી લાગુ થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags