VTV News

1.2M Followers

તમારા કામનું / PM Kisan Yojanaમાં સરકારે કર્યો મોટો બદલાવ: આ લોકોને નહીં મળી શકે યોજનાનો લાભ

09 Jul 2022.3:08 PM

  • પ્રધાનમંત્રી કિસાન યોજનામાં થયો આ મોટો ફેરફાર
  • PM કિસાન યોજનામાં ગડબડી અટકાવવા સરકારની નવી સિસ્ટમ
  • 1 ફેબ્રુઆરી, 2001 પહેલા જન્મેલા ખેડૂતો જ યોજનાનો લાભ મળશે

મોદી સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં છેતરપિંડી રોકવા માટે સરકાર દ્વારા નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે.

છેલ્લા દિવસોથી અરજી કરતી વખતે જમીનના દસ્તાવેજો ફરજિયાત કરવામાં આવ્યા હતા. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સરકારને છેતરપિંડી અને અયોગ્ય લોકો પાસેથી વાર્ષિક 6000 રૂપિયા લેવાની માહિતી મળી હતી. જે બાદ સરકાર દ્વારા અયોગ્યને રોકવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે.

નવી સિસ્ટમ અમલી બનશે

નવા નિયમ હેઠળ સરકારે PM કિસાન યોજનામાં ગડબડી અટકાવવા અને અયોગ્ય લોકોની છટણી કરવા માટે નવી સિસ્ટમ લાગુ કરી છે. નવી સિસ્ટમ હેઠળ ફક્ત તે જ ખેડૂતો યોજના માટે પાત્ર બનશે જેમનો જન્મ 1 ફેબ્રુઆરી, 2001 પહેલા થયો હતો. આ મુજબ, 21 વર્ષની વયની વ્યક્તિ જ આ યોજના માટે પાત્ર ગણાશે. 1લી ફેબ્રુઆરી 2001 પછી જન્મેલ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.

સિસ્ટમ લાગુ થયા બાદ શુ થશે ?

એટલું જ નહીં આ સિસ્ટમ લાગુ થયા બાદ જે લોકો પહેલાથી જ પીએમ કિસાન નિધિનો લાભ મેળવી રહ્યા છે તેમના હપ્તા પણ બંધ થઈ જશે. તમને જણાવી દઈએ કે, અલગ-અલગ રાજ્યોમાં દસ્તાવેજો ખોટા બનાવવાની ફરિયાદ બાદ અયોગ્ય લાભાર્થીઓએ યોજનાનો લાભ લીધો હતો. જે બાદમાં સરકારે પંચાયત સ્તરે સોશિયલ ઓડિટ કરાવ્યું હતું. આ પછી ઘણા લોકો ખોટી રીતે યોજનાનો લાભ લેતા હોવાનો મામલો સામે આવ્યો.

આ તરફ કેટલાક જિલ્લાઓમાં સરકાર દ્વારા ખોટી રીતે યોજનાનો લાભ લેનારાઓને નોટિસ મોકલીને પૈસા પરત કરવા પણ કહેવામાં આવ્યું હતું. જેમણે સરકાર પાસેથી મળેલા નાણા પરત કર્યા નથી તેવા અયોગ્ય લોકો પાસેથી સરકાર વસૂલ કરવાના મૂડમાં છે. એટલું જ નહીં, હવે નવી સિસ્ટમમાં પુનર્વિચાર માટે અરજી પણ કરવાની રહેશે.

કોને માહિતી આપવાની રહેશે ?

1લી ફેબ્રુઆરી 2001 પછી જન્મેલા લોકો હવે આ યોજના હેઠળ અરજી કરી શકશે નહીં. આ તારીખ પછી જન્મેલા, જેમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે તેમનું ભંડોળ પણ બંધ થઈ જશે. આ સંદર્ભે, બિહારના કૃષિ નિયામકએ તમામ જિલ્લાના કૃષિ જિલ્લા મેજિસ્ટ્રેટ, એડીએમ અને સંબંધિત અધિકારીઓને જાણ કરી છે. સ્કીમમાં વધી રહેલી છેતરપિંડી રોકવા માટે ઈ-કેવાયસીની પણ જોગવાઈ કરવામાં આવી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags