ABP અસ્મિતા

414k Followers

Presidential Election Result LIVE: મતગણતરીના બીજા રાઉન્ડમાં 10 રાજ્યોના કુલ 1138 વોટની ગણતરી કરાઈ, દ્રૌપદી મુર્મૂ આગળ

21 Jul 2022.7:25 PM

Presidential Election Result: ભારતના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? આ સવાલ પરથી આજે પડદો ઉઠશે. 18મી જુલાઈએ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીની આજે મતગણતરી થશે અને સાંજ સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સંસદ ભવનમાં મતગણતરી કરવામાં આવશે. રૂમ નંબર 63માં મતગણતરી કરવામાં આવશે.

આ જ રૂમમાં મતદાન પણ થયું હતું. મતગણતરી માટે તમામ રાજ્યોની વિધાનસભાઓમાંથી મતપેટીઓ આવી ગઈ છે. સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

આ રીતે મતગણતરી થશે

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૌથી પહેલા સંસદ ભવન (સનદ ભવન)માં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે. સંસદ ભવનમાં કુલ 730 મત પડ્યા હતા. આ મતોની ગણતરી બાદ રાજ્યોમાં પડેલા મતોની ગણતરી શરૂ થશે. આ માટે 10 રાજ્યોની મતપેટીઓ વારાફરતી મૂળાક્ષરોના ક્રમમાં બહાર કાઢવામાં આવશે. ઉદાહરણ તરીકે, પ્રથમ 10 રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોનો સમાવેશ થશે.

દ્રૌપદી મુર્મૂ ચૂંટાશે

બીજેપી સાંસદ રાજકુમાર ચાહરે કહ્યું હતું કે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવે છે કારણ કે આંકડા તરફેણમાં છે. વિરોધી ઉમેદવાર યશવંત સિન્હાની જીતની શક્યતા ખૂબ ઓછી છે કારણ કે વિવિધ રાજ્યોમાંથી દ્રૌપદી મુર્મૂની તરફેણમાં ક્રોસ વોટિંગના અહેવાલો પણ આવ્યા છે. મુર્મૂના ચૂંટણી પ્રચાર પર નજર રાખતા ભાજપના સૂત્રો દાવો કરે છે કે મુર્મૂને ઓછામાં ઓછા 65 ટકા મત મળશે, તેથી તેમની જીત નિશ્ચિત છે.

સૌથી વધુ મત યુપીમાંથી

આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદારયાદીમાં કુલ 4809 મતદારો છે. જેમાંથી 776 સાંસદ અને 4033 ધારાસભ્યો છે. સાંસદોના એક વોટનું મૂલ્ય 700 છે જ્યારે ધારાસભ્યોના એક વોટનું મૂલ્ય દરેક રાજ્યમાં બદલાય છે. ઉત્તર પ્રદેશમાં ધારાસભ્યોના એક વોટનું મહત્તમ મૂલ્ય 208 છે જ્યારે સૌથી ઓછું 7 સિક્કિમમાં છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags