VTV News

1.2M Followers

તમારા કામનું / હવે 17 વર્ષની ઉંમરે જ Voter ID માટે કરી શકાશે એપ્લાય: ઈલેક્શન કમિશને લીધો મોટો નિર્ણય

28 Jul 2022.12:46 PM

  • ચૂંટણી પંચે યુવા મતદાતાઓ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
  • 17 વર્ષની ઉંમર પછી મતદાર યાદી માટે અરજી કરી શકશે
  • હવે યુવાનોએ 1 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે નહીં

ચૂંટણી પંચે યુવા મતદાતાઓ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

હવે યુવાનો 17 વર્ષની વય પૂર્ણ કર્યા પછી મતદાર યાદી માટે અરજી કરી શકશે. ચૂંટણી પંચે કહ્યું છે કે 17 વર્ષના યુવાનોએ 1 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમરના પૂર્વ-જરૂરી માપદંડની રાહ જોવાની જરૂર નથી.આ સંદર્ભમાં, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેના નેતૃત્વ હેઠળના પંચે તમામ રાજ્યોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને ટેકનીકલ ઉકેલો ઘડવા માટે નિર્દેશ આપ્યો છે જેથી કરીને યુવાનોને વર્ષમાં ત્રણ વખત એડવાન્સ અરજી દાખલ કરવામાં સુવિધા મળી શકે.

હવે યુવાનોએ 1 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે નહીં

આયોગનું કહ્યું છે કે, હવે યુવાનો વર્ષમાં ત્રણ વખત એટલે કે 1લી એપ્રિલ, 1લી જુલાઈ અને 1લી ઓક્ટોબરથી અરજી કરી શકશે. આ માટે તમારે 1 જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે નહીં. ત્યારબાદ મતદાર યાદી દર ક્વાર્ટરમાં અપડેટ કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા યુવાનો જે વર્ષના આગામી ક્વાર્ટરમાં 18 વર્ષ પૂરા કર્યા હોય તેની નોંધણી કરી શકાશે.

હાલ મતદાર યાદી 2023માં સુધારો કરવામાં આવી રહ્યો છે

ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે, રજીસ્ટ્રેશન બાદ યુવાનોને ઈલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ (EPIC) આપવામાં આવશે. હાલ મતદાર યાદી 2023માં સુધારો કરવામાં આવી રહ્યો છે. કોઈપણ નાગરિક કે જે 1 એપ્રિલ,1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2023 ના રોજ 18 વર્ષનો થઈ રહ્યો છે તે નોંધણીની છેલ્લી તારીખ પહેલાં મતદાર તરીકે નોંધણી માટે અગાઉથી અરજી સબમિટ કરી શકે છે.

આ અગાઉ માત્ર 1 જાન્યુઆરીને જ યોગ્ય તારીખ મનાતી હતી

હકીકતમાં, ચૂંટણી પંચની ભલામણો પર, કાયદા અને ન્યાય મંત્રાલયે તાજેતરમાં RP એક્ટમાં સુધારો કર્યો હતો, જેમાં ચાર લાયકાત તારીખો એટલે કે 01 જાન્યુઆરી, 01 એપ્રિલ, 01 જુલાઈ અને 01 ઓક્ટોબરને યુવાનોને મતદાર યાદીમાં નોંધણી કરાવવા માટે માટે પાત્રતા તરીકે જાહેર કરવામાં આવી છે. આ અગાઉ માત્ર 1 જાન્યુઆરીને જ યોગ્ય તારીખ માનવામાં આવતી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags