સંદેશ

1.5M Followers

કેન્દ્રીય કર્મચારીઓ માટે અગત્યના સમાચાર, આઠમું પગાર પંચ ભૂલી જાઓ!

10 Aug 2022.10:15 AM

  • - સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર પંચની સ્થાપના કરી છે
  • - આઝાદી બાદ સાત પગાર પંચની રચના કરવામાં આવી છે.
  • - સરકાર કહે છે કે આઠમા પગારપંચની કોઈ દરખાસ્ત નથી

કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગારપંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ સરકાર હવે આગળ કોઇ કમિશન બનાવવાના મૂડમાં નથી.

સરકારે સ્પષ્ટતા કરી છે કે અન્ય પગાર પંચની રચના કરવાની જરૂર નથી. એટલે કે એક રીતે પગારપંચના દિવસો પૂરા થઈ ગયા છે. સરકાર એવી સિસ્ટમ પર કામ કરી રહી છે કે જેથી કર્મચારીઓનો પગાર તેમના પરફોર્મન્સ સાથે જોડાયેલા ઇન્ક્રીમેન્ટના આધારે વધે. આ માટે તમામ ભથ્થાં અને પગારની સમીક્ષા Aykroyd આયક્રોયડ ફોર્મ્યુલાના આધારે કરી શકાય છે.

કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવા માટે દર દસ વર્ષે એક પગાર પંચની રચના કરવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર તેની ભલામણોના આધારે નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સાત વખત પગારપંચ બનાવામાં આવ્યું છે. દેશમાં પ્રથમ પગારપંચની રચના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી અને સાતમા પગાર પંચની રચના 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં 8મું પગાર પંચ રચવાનો કોઈ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ નથી.

કામગીરીના આધારે પગાર વધારો

ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબ આપી રહ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે શું સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા કેન્દ્રીય પગાર પંચના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે જેથી તેને 1 જાન્યુઆરી, 2026થી લાગુ કરી શકાય. જો કે ચૌધરીએ આ દાવાને નકારી કાઢ્યો હતો કે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવશે નહીં. પરંતુ સરકારના ઇરાદા પરથી સ્પષ્ટ થાય છે કે તે આગળ આવું કોઇ કમિશન બનાવવાના મૂડમાં નથી.

ચૌધરીએ પહેલેથી જ કહ્યું છે કે 7મા પગાર પંચની ભલામણ મુજબ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવતા પગાર, ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવા માટે અન્ય પગાર પંચની રચના કરવાની જરૂર નથી. પરંતુ પે મેટ્રિક્સની સમીક્ષા અને સુધારણા માટે નવી સિસ્ટમ પર કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે સરકાર એવી સિસ્ટમ પર કામ કરી રહી છે કે જેથી કર્મચારીઓનો પગાર તેમના પરફોર્મન્સ સાથે જોડાયેલા ઇન્ક્રીમેન્ટના આધારે વધે. તમામ ભથ્થાં અને પગારની સમીક્ષા આયક્રોયડ ફોર્મ્યુલાના આધારે કરી શકાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

Aykroyd ફોર્મ્યુલા શું છે

આ ફોર્મ્યુલા સાથે કર્મચારીઓના પગારને મોંઘવારી, જીવનનિર્વાહની કિંમત અને કર્મચારીની કામગીરી સાથે જોડવામાં આવશે. આ બધી બાબતોનું મૂલ્યાંકન કર્યા પછી જ પગાર વધશે. તેનાથી તમામ કેટેગરીના કર્મચારીઓને ફાયદો થશે. 7મા પગાર પંચની તેમની ભલામણમાં જસ્ટિસ માથુરે કહ્યું હતું કે અમે આયક્રોયડ ફોર્મ્યુલા અનુસાર પગાર માળખું નક્કી કરવા માંગીએ છીએ. તે જીવન ખર્ચને પણ ધ્યાનમાં લે છે. આ ફોર્મ્યુલા વોલેસ રુડેલ ઈન્કમ ટેક્સ દ્વારા આપવામાં આવી હતી. તેમનું માનવું હતું કે સામાન્ય માણસ માટે બે મહત્વની વસ્તુઓ છે, ખોરાક અને કપડાં. તેમના ભાવ વધારા સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો થવો જોઈએ.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મોંઘવારીને જોતા કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે સરકાર શું કરી રહી છે, તો નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે આ માટે તેમને મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે. ફુગાવાના દરની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે કરવામાં આવે છે અને તેના આધારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર છ મહિને સુધારો કરવામાં આવે છે. દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ પણ ડીએની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર આ મામલે જલ્દી નિર્ણય લઈ શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

#Hashtags