VTV News

1.2M Followers

BIG BREAKING / પોલીસ ગ્રેડ પે મામલે સૌથી મોટા સમાચાર, આજે સાંજે CM ભૂપેન્દ્ર પટેલ કરી શકે મોટી જાહેરાત, જાણો વિગત

14 Aug 2022.6:22 PM

  • પોલીસ ગ્રેડ પેને લઈ આજે જાહેરાતના સંકેત
  • મુખ્યમંત્રી કરી શકે છે જાહેરાત
  • વેતન અંગે થઇ શકે છે જાહેરાત

ગુજરાત પોલીસના ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી શકે છે. પોલીસ ગ્રેડ પે લઈને VTVને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આજે પોલીસ જવાનો માટે જાહેરાતના પૂરેપૂરા સંકેત જોવા મળી રહ્યા છે.

સાંજ સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેરાત કરશે. મોંઘવારી ભથ્થા, એલાઉન્સમાં વધારાની માંગ પૂરી થાય તેવી શકયતા છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ પરિવાર સાથે કરશે ચર્ચા
સીએમની જાહેરાત બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પ્રેસને સંબોધન કરશે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે જાહેરાતને લઈ મીડિયા થકી ગુજરાત પોલીસ તેમજ પોલીસ પરિવાર સાથે પણ ચર્ચા કરશે. આ માટે સુરત પોલીસ કમિશનર કચેરી કેમ્પસમાં તૈયારી આદરી દેવામાં આવી છે. પોલીસ જવાનોને પરિવાર સાથે હાજર રહેવા સૂચના અપાઇ છે.

ગ્રેડ પે અમારો અધિકાર થકી સોશિયલ મીડિયામાં આંદોલન કર્યુ હતું
ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી.. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ માંરફતે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.

પોલીસ ગ્રેડ પે મુદ્દે કમિટીની રચના બાદ આંદોલન પડ્યું હતું શાંત
રાજ્ય સરકાર કમિટીની રચના કરશે તેવી જાહેરાત કરી હતી .સરકારની કમિટી ગઠનની જાહેરાત સાથે જે તે સમયે સરકાર અને પોલીસ વડાના સકારાત્મક વલણથી આંદોલનની આગ શાંત પડી હતી.જે બાદ કમિટીએ જરુંરી ફેરફારનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો જેને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે ફક્ત આધિકારિક જાહેરાત બાકી છે.

પોલીસકર્મીઓની તમામ 23 માંગો પૂરી કરશે સરકાર?

  • 1. રાજ્યનાં કોન્સટેબલો, હેડ કોન્સટેબલો તેમજ એ.એસ.આઇનાં ગ્રેડ-પે અન્ય રાજ્યોનાં પ્રમાણમાં ખુબ જ ઓછા છે જેના બદલે ૨૮૦૦, ૩૬૦૦ અને ૪૨૦૦ કરવામાં આવે.
  • 2. વર્ગ ૩માં ગણતરી થતાં પોલીસ કર્મચારીઓને વર્ગ ૩ મુજબ ગ્રેડ પે અને પે બેન્ડ આપવામાં આવે.
  • 3. પોલીસ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવામાં આવે છે પરંતુ જે રજા પગારનું ચુકવણું કરવામાં આવે છે તે છઠ્ઠા પગારપંચ મુજબ આપવામાં આવે છે, જેમાં સુધારો પણ સરકાર દ્વારા કરવામાં આવે.
  • 4. રાજ્ય સરકારના કર્મચારી પોલીસના માણસો હોવા છતાં સરકારના અન્ય કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના ૧૦/૨૦/૩૦ના લાભો સામે પોલીસ કર્મચારીઓને ૧૨/૨૪નું ધોરણ આપવામાં આવે છે. અગાઉ ત્રણ તબક્કામાં પગાર ધોરણ અપાતું હતું પરંતુ હવે માત્ર બે તબક્કામાં પગાર ધોરણ અપાય છે. જે તાત્કાલિક ધોરણે પુર્વવત કરવામાં આવે.
  • 5. પોલીસ કર્મચારીઓ માટે ખરીદવામાં આવતા આર્ટીકલ્સની ગુણવત્તા સુધારવા ઉપરાંત હથિયારી અને બિન હથિયારીની એક જ કેડર કરી દેવામાં આવે તેમજ ઓર્ડરલી પ્રથા બંધ કરીને અથવા તેની અલગથી વર્ગ ૪ની ભરતી કરવામાં આવે.
  • 6. રાજ્યમાં પોલિસ કર્મચારિઓને ચુકવવામાં આવતા ભથ્થાઓની રકમ જે છેલ્લા ઘણા વર્ષોથી વધારાઇ નથી તે તાત્કાલિક અસરથી વધારવામાં આવે.
  • 7. રાજ્યના પોલિસ કર્મચારિઓને અમાનવિય રીતે તેમજ માનવ અધિકારોના હનન મુજબ ૮ કલાકથી વધુ કામ કરાવવામાં આવે છે તેમાં વધારાના કલાકો માટે અતિરિક્ત ચુકવણું કરવામાં આવે તેમજ ચોમાસા, શિયાળા અને ઉનાળા જેવી તમામ ઋતુ દરમ્યાન શારિરિક સુરક્ષાનાં પર્યાપ્ત સાધનો ફાળવવામાં આવે.
  • 8. હાલમાં જે રીતે અન્ય સરકારી વિભાગોનાં હિતોની રક્ષા માટે સંગઠનો બનાવવાનો અધિકાર છે તે મુજબ ગુજરાત પોલિસને પણ પોતાનુ યુનિયન / સંગઠનો બનાવવા અધીકાર આપવામાં આવે.
  • 9. રાજ્યનાં પોલિસ કર્મચારિઓ જ્યારે બહારનાં રાજ્યોમાં તપાસ અર્થે જતા હોય કે પછી બંદોબસ્ત માટે જતા હોય ત્યારે તેઓને સુવિધાપુર્ણ અતિરિક્ત ભથ્થાઓ અગ્રિમરૂપથી તેમજ તેમના બેંક ખાતાઓમાં સિધ્ધા જ જમા કરી આપવામાં આવે.
  • 10. જ્યારે પણ કોઇ પોલિસ કર્મચારીને ફરજ મુક્ત કરવામાં આવે ત્યારે તેઓનો સસ્પેનશન સમયગાળો નિશ્ચિત કરવામાં આવે.
  • 11. SRPF પણ ગુજરાત પોલીસ નો એક વિભાગ જ છે માટે SRPF જવાનો ને જીલ્લા મુજબ સ્થાયી કરવામાં આવે.
  • 12. નવા પગાર પંચ મુજબ રજા બીલ આપવુ તેમજ તેમાં જાહેર રજા પગાર બંધ ન કરવામાં આવે.
  • 13. ૮ કલાક ઉપર નોકરી લેવામાં આવે ત્યારે દર કલાક ૧ કલાક મુજબ રૂ.૧૦૦/- લેખે વધારાનુ ભથ્થુ આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
  • 14. પોલીસ કર્મચારીને હજુ પણ દર માસે માત્ર રૂ.ર૦/- નું સાયકલ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવું ન્યુનતમ એલાઉન્સ દર માસે રૂ.૫૦૦/- આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
  • 15. પોલીસ કર્મચારીને દર માસે રૂ.ર૫/- વોશીંગ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવિન એલાઉન્સ દર માસે રૂ.૧૨૦૦/- આપવું, જેમાં દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
  • 16. હાલ ગુજરાત પોલીસ કર્મચારીઓને દર માસે રૂ.૪૦૦/- નું ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવું એલાઉન્સ દર માસે રૂ.૧૫૦૦/- આપવું, જેમાં દર પાંચ વર્ષે આ રકમમાં વધારો કરવો.
  • 17. અઠવાડીયા દરમ્યાન કોઇ પણ એક દિવસ નક્કી કરી એક વિકલી ઓફ એટલે કે રજા ફરજીયાત આપવી. જો અઠવાડીયા દરમ્યાન કોઇ અગત્યનો બંદોબસ્ત હોય અને વિકલી ઓફ આપી શકાય તેમ ન હોય તો બીજા સપ્તાહમાં બે વિકલી ઓફ આપવા. જ્યારે લોકડાઉન જેવી સ્થિતિમાં રજા ઉપર પ્રતિબંધ હોય ત્યારે રાજ્યનાં પોલિસ કર્મચારીઓને વિકલી ઓફ દરમ્યાનો એક દિવસ લેખે રૂ.૧૦૦૦/- ભથ્થુ ચુકવવું. જાહેર રજાના દિવસે વિકલી ઓફ આપવામાં આવે તો પણ નિયત કરેલ પગાર મુજબનો રજા પગાર કર્મચારીને આપવો. જેમાં પણ દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવો.
  • 18. કર્મચારી સતત નોકરી કરતા હોવાના ભારણ પગલે પોલિસ કર્મચારિઓ પોતાના બાળકોને અભ્યાસ પાછળ પુરતો સમય નથી આપી શકતા જેથી બાળક દિઠ ટયુશન ફ્રી આપવી. જેમાં ધોરણ-૧ થી ૫ સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ.૫૦૦/- તથા ધોરણ-૬ થી ૯ સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ.૧૦૦૦/- તથા ધોરણ-૧૦ થી ૧૨ સુધી અભ્યાસ કરતા બાળકો માટે એક બાળક દિઠ રૂ.૧૫૦૦/- દર માસે આપવા. જે ફકત બે બાળક સુધી ટયુશન ફ્રી મળવા પાત્ર રહે તેવી વ્યવસ્થા ગોઠવી શકાય.
  • 19. કર્મચારી સતત નોકરી તથા કામનાં ભારણના કારણે પોતના સ્વાસ્થ્યની કાળજી નથી રાખી શકતા જેથી સરકાર તરફથી દરેક કર્મચારીને રૂ.૩૦૦૦૦૦/- લાખ સુધીનો હેલ્થ મેડીકલેઇમ આપવો. જેમાં (કર્મચારી + પત્ની + બે બાળકો) નો સમાવેશ કરવો અથવા કર્મચારી ધ્વારા જાતે રૂ.૩૦૦૦૦૦/- લાખ સુધીનો કોઇ પણ કંપનીનો હેલ્થ મેડીકલેઇમ લેવામાં આવે તો સરકાર તરફથી કર્મચારીને હેલ્થ મેડીકલેઇમના પ્રિમિયમની 50% રકમ સરકાર ધ્વારા ચુકવવાની વ્યવસ્થા ગોઠવી શકાય.
  • 20. રાજય લેવલે વેલ્ફર કપાત બંધ કરી જીલ્લા લેવલે વેલ્ફર પોલીસ મંડળ તૈયાર કરી તેનુ સંચાલન જીલ્લા પોલીસ મંડળ ધ્વારા કરવામાં આવે તે રીતે જોગવાઇ કરવી.
  • 21. પોલીસ કર્મચારીને વર્ષ દરમ્યાન બે જોડી પોલીસ યુનિફોર્મનુ કાપડ આપવામાં આવે છે જે યોગ્ય નથી પોલીસ કર્મચારીને સતત નોકરીમાં પોલીસ યુનિફોર્મ પહેરવાનો હોવાથી ચાર જોડી યુનિફોર્મનુ કાપડ આપવુ તેમજ તેની સીલાઇનો ખર્ચ એક યુનિફોર્મ મુજબ રૂ.૧ર૦૦/- લેખે ચુકવવા.
  • 22. પોલીસ કર્મચારીને વર્ષ દરમ્યાન બે જોડી પી.ટી.સુઝ તથા એક જોડી બ્લેક કલરના કટબુટ આપવામાં આવે છે જે એક દમ હલકી ગુણવત્તાના હોય છે જેથી કર્મચારી પી.ટી.સુઝ/બ્લેક કટબુટ જાતે ખરીદી કરી શકે તેવી જોગવાઇ કરી તેમજ વર્ષ દરમ્યાન બે જોડી પી.ટી.સુઝ ખરીદી માટે રૂ.૨૦૦૦/- તથા એક જોડી બ્લેક કલરનાં કટબુટ ખરીદી માટે રૂ.૨પ૦૦/- દર વર્ષે ચુકવવા.
  • 23. પોલીસ કર્મચારીનો ફીકસ પગાર તાલીમ પુરતો જ રાખવો, પોલીસ કર્મચારીની તાલીમ પુર્ણ થયેથી ફુલ પગાર ધોરણ આપવો.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags