VTV News

1.2M Followers

7મું પગાર પંચ / કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થુમાં 4 ટકાનો વધારો, જાણો ક્યારે થશે લાગૂ

03 Aug 2022.8:45 PM

  • 7માં પગાર પંચ ડીએ વધારો કરવામાં આવ્યો
  • સરકાર દ્વારા ડીએમાં 4 ટકાનો વધારો કર્યો
  • કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 38 ટકા

કેન્દ્રીય કર્મચારીઓની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. રક્ષાબંધન પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે.

7માં પગાર પંચ ડીએ વધારામાં સરકાર દ્વારા 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હકીકતમાં જૂન ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના ડેટા બહાર આવ્યા બાદ નિર્ણય લેવાયો હતો કે મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થશે. પરંતુ હવે તેની જાહેરાત હવે કરવામાં આવી છે. ચાલો વિગતવાર જાણીએ.

38% મોંઘવારી ભથ્થું
કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો થયો છે. સરકારે તેની જાહેરાત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, ડીએ (મોંઘવારી ભથ્થું)માં વધારો એઆઇસીપીઆઇના ડેટા પર આધારિત છે. એઆઈસીપીઆઈ-આઈડબ્લ્યુના પહેલા છમાસિક ગાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ઈન્ડેક્સ મુજબ હવે નવો આંકડો 0.2 અંક વધીને 129.2 પર પહોંચી ગયો છે. સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.

મોંઘવારી ભથ્થું 38 ટકા સુધી પહોચી જશે
મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો સાથે કેન્દ્રીય કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 38 ટકા સુધી પહોચ્યું. પહેલા મોંઘવારી ભથ્થું 34 ટકાના દરે ચૂકવવામાં આવી રહ્યું છે. જો કે ડીએનો વધારો 1 જુલાઈ, 2022 થી જ લાગુ થશે. જુલાઈ મહિના મુજબ પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંધવારી ભથ્થું સપ્ટેબરની સેલેરીમાં મળશે

મહત્તમ બેઝિક સેલરી પર ગણતરી
1. કર્મચારીનો બેઝિક પગાર રૂપિયા - 56,900 છે.
2. નવું મોંઘવારી ભથ્થું (38 ટકા) - રૂ.21,622/મહિના
3. હાલનું મોંઘવારી ભથ્થું (34 ટકા) - રૂ.19,346/મહિના
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 21,622-19,346 = 2260 રૂપિયા/મહિના
5. વાર્ષિક પગારમાં વધારો 2260 X12 = 27,120 રૂપિયા

લઘુત્તમ બેઝિક પગાર પર ગણતરી
1. કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા
2. નવું મોંઘવારી ભથ્થું (38%) રૂ.6840/મહિના
3. અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (34 ટકા) રૂ.6120/મહિના
4. કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 6840-6120 = રૂ.1080/મહિના
5. વાર્ષિક પગારમાં વધારો 720 X12 = રૂ।. 8640

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags