VTV News

1.2M Followers

મેઘમલ્હાર / ગુજરાતના આ વિસ્તારોમાં 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

04 Aug 2022.2:34 PM

  • રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
  • 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના
  • 10 ઓગસ્ટ સુધી દ. ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં કુલ 88 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે આજે હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે.

એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇને મોટી આગાહી કરી છે.

રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 'મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.'

વધુમાં કહ્યું કે, 'આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.'

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના વડિયામાં સવા 2 ઈંચ વરસાદ થયો છે, જ્યારે ધનસુરા અને બગસરામાં 2-2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત નેત્રંગ, દેહગામ અને ઉચ્છલમાં પોણા 2 ઈંચ તથા ડેડિયાપાડામાં સવા એક ઈંચ થયો છે. સાથે વ્યારા અને કલોલમાં 1-1 ઈંચ તથા ખેડબ્રહ્મામાં અને જગડિયામાં પોણો ઈંચ વરસાદ થયો છે.

અમદાવાદમાં આજે ધીમી ધારે વરસાદ વરસ્યો

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે અમદાવાદ સહિતના કેટલાંક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આજે અમદાવાદમાં રિવરફ્રન્ટ, પ્રહલાદનગર, SG રોડ, આંબલી, બોપલ, ઘુમા, સોલા, ઘાટલોડિયા અને ગોતા, ઈસ્કોન અને બોડકદેવ સહિતના પશ્ચિમ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

બોટાદના ગઢડામાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન

તો બીજી બાજુ આજે બોટાદ જિલ્લાના ગઢડામાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ગઢડા શહેર તેમજ પંથકના ઢસા, ગુદાળા અને રણીયાળા ગ્રામ વિસ્તારમાં વરસાદે રમઝટ બોલાવી. જિલ્લામાં સરેરાશ સિઝનનો નહિવત 8 ઈચ જેટલો વરસાદ નોંધાયો છે. ઘણા લાંબા સમય બાદ જિલ્લામાં વરસાદ વરસતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો.

બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાન ખાતાએ આપેલી આગાહીને પગલે હાલ બનાસકાંઠામાં ડીસા પાલનપુર દાંતીવાડા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારો છે તે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો રોડ રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags