Zee News ગુજરાતી

736k Followers

5G કયા સ્માર્ટ ફોનમાં કરશે સપોર્ટ, તમારા ફોનમાં સપોર્ટ કરશે કે નહીં અત્યારે જ કરો ચેક

06 Aug 2022.08:30 AM

નવી દિલ્લીઃ 5G સ્પેક્ટ્રમની હરાજી પૂરી થઈ ગઈ છે. Jioએ હરાજીમાં સૌથી વધુ બેન્ડ ખરીદ્યા છે. ટેલિકોમ કંપનીએ 700MHz, 800MHz, 1800MHz, 3300MHz અને 26GHz બેન્ડમાં સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું છે. જો કે, છેલ્લા બે વર્ષથી ભારતીય બજારમાં 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે આ 5G સેવાનો લાભ કોણ લઈ શકશે અને તમારા હાલના સ્માર્ટ ફોનમાં 5G સપોર્ટ કરશે કે નહીં તે મુઝવણ ઊભી થઈ છે.

કંપનીઓ ક્યા બેન્ડમાં આપશે 5G સેવા-
5G સ્માર્ટફોન પહેલાં ફ્લેગશિપ સેગમેન્ટમાં, પછી મિડ-રેન્જમાં અને હવે ઓછા બજેટમાં આવવા લાગ્યા છે. 5G નેટવર્ક પહેલાં બજારમાં 5G સ્માર્ટફોન આવી ગયા છે. મોટાભાગના સ્માર્ટફોન 4 અથવા 5 બેન્ડને સપોર્ટ કરે છે. તો કેટલાક 11થી 12 બેન્ડનો સપોર્ટ પણ ધરાવે છે. પરંતુ સવાલ એ છે કે ટેલિકોમ કંપનીઓ ક્યા બેન્ડમાં તેમની 5G સેવા આપશે.

5G માટે જિયોએ ખરીદ્યા સૌથી વધુ રૂપિયા-
5Gની વાતો ચાલુ થઈ ત્યારથી જ Jioના નામ પર પણ ચર્ચા થવા લાગી છે. જિયો ભારતીય ટેલિકોમ ઉદ્યોગની સૌથી મોટી ખેલાડી છે. જિયો પાસે સૌથી મોટો યુઝર બેઝ છે. એટલા મટે જ કંપનીએ 5G સ્પેક્ટ્રમની હરાજીમાં પણ સૌથી વધુ પૈસા ખર્ચ્યા છે. કંપનીએ તમામ 22 સર્કલમાં 5G સ્પેક્ટ્રમ મેળવ્યું છે. જેમાં લો-બેન્ડ, મિડ-બેન્ડ અને એમએમવેવ સ્પેક્ટ્રમનો સમાવેશ થાય છે. જેમાં જિયોએ ખરીદેલા 5 બેન્ડમાં 700MHz, 800MHz, 1800MHz, 3300MHz અને 26GHz છે.

N-સિરીઝમાં સપોર્ટ કરશે 5G સેવા-
સ્માર્ટફોનમાં સપોર્ટેડ 5G બેન્ડ N-સિરીઝથી શરૂ થાય છે. જેને આપણે બેન્ડ્સના રૂપમાં જોઈએ તો કંપનીએ N28, N5, N3, N77 અને N258 બેન્ડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. જેમાં ઈન્ડિયાની 5G સેવા 700MHz એટલે કે N28 બેન્ડમાં ઉપલબ્ધ થશે.

Jio 5G કનેક્ટિવિટી કોને મળશે-
જો તમારા સ્માર્ટફોનમાં ઉપરોક્ત બેન્ડ હશે તો જ તમને Jio 5Gની સેવા મળશે. એટલા માટે જ તાજેતરમાં લોન્ચ થયેલા સ્માર્ટફોનમાં બેન્ડ સપોર્ટ હોય છે. ભારતમાં લોન્ચ કરવામાં આવેલા સ્માર્ટફોનમાં n1, n3, n5, n8, n28, n40, n41, n77, n78 બેન્ડ સપોર્ટ કરે છે. એટલે કે આ સિરીઝમાં Jio 5G સેવા સપોર્ટ કરશે.

Xiaomiના પણ 5G ફોન આવી ગયા માર્કેટમાં-
Xiaomiએ તાજેતરમાં ભારતમાં લોન્ચ કરેલ Redmi K50i સેવા સપોર્ટ કરશે. આ ફોનમાં N1, N3, N5, N7, N8, N20, N28A, N38, N40, N41, N77, N78 બેન્ડને સપોર્ટ કરે છે. જેથી આ ફોનમાં પણ જિયોની 5G સેવાનો ઉપયોગ કરી શકાશે

તમારા ફોનમાં 5G સપોર્ટ છે કે નહીં આવી રીતે કરો ચેક-
તમે તમારા 5G ફોનમાં સરળતાથી બેન્ડ સપોર્ટ ચેક કરી શકો છો. આ માટે તમારે સ્માર્ટફોન બ્રાન્ડની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. હવે તમારે તમારા ફોનનું મોડલ શોધવું પડશે અને તેના સ્પેસિફિકેશન પેજ પર જવું પડશે. અહીં તમને કનેક્ટિવિટીના વિકલ્પમાં 5Gની સામે આપેલ બેન્ડની યાદી ચેક કરવી પડશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Zee News Gujarati

#Hashtags