VTV News

1.2M Followers

સંસદ / BIG NEWS : જગદીપ ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, NDAના ઉમેદવારને ચૂંટણીમાં મળ્યાં રેકોર્ડબ્રેક 528 વોટ

06 Aug 2022.8:05 PM

  • ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર
  • એનડીએના જગદીપ ધનખડ રેકોર્ડબ્રેક વોટથી ચૂંટણી જીત્યા
  • ધનખડને મળ્યાં 528 વોટ
  • વિપક્ષી ઉમેદવાર માર્ગરેટ અલ્વાને મળ્યાં 182 વોટ
  • 10 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં એનડીએના જગદીપ ધનખડનો વિજયી થયા છે. જગદીપ ધનખડને રેકોર્ડબ્રેક 528 વોટ મળ્યાં હતા જ્યારે તેમના હરીફ વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ અલ્વાને 182 વોટ મળ્યાં હતા. ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ હવે જગદીપ ધનખડ 10 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે.

નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટી કાઢવા માટે શનિવારે સવાર 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સંસદના સેન્ટ્રલ હોલમાં મતદાન ચાલ્યું હતું જેમાં લોકસભા અને રાજ્યસભાના મળીને 725 સાંસદોએ મતદાન કર્યું હતું. મમતા બેનરજીની પાર્ટી ટીએમસી મતદાનથી દૂર રહી હતી.

NDA ઉમેદવાર જગદીપ ધનખડને મળ્યાં 528 વોટ
શનિવારના મતદાન બાદ સાંજના 6.30 વાગ્યાની આસપાસ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જગદીપ ધનખડને રેકોર્ડબ્રેક 528 તો તેમના હરીફ માર્ગરેટ અલ્વાને ફક્ત 182 વોટ મળ્યાં હતા.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 725 સાંસદોએ મતદાન કર્યું હતું
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવા માટે લોકસભા અને રાજ્યસભાના સાંસદો પોતાનો વોટ આપે છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 788 વોટર છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જગદીપ ધનખડ અને માર્ગરેટ અલ્વામાંથી જેને પણ 394 વોટ મળશે, તેની જીત પાક્કી થશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags